Home /News /entertainment /પ્રખ્યાત અભિનેત્રીનો દાવો, ખુલ્લેઆમ પોર્નોગ્રાફી દેખી રહ્યા છે આ લોકો
પ્રખ્યાત અભિનેત્રીનો દાવો, ખુલ્લેઆમ પોર્નોગ્રાફી દેખી રહ્યા છે આ લોકો
બોલિવૂડ એક્ટ્રેસ ઋચા ચડ્ડાએ હાલમાં આ વિષે ખુલીને વાત કરી. લોકડાઉનમાં ઘરે બેઠા બેઠા તે એન્ઝાઇટીનો શિકાર થઇ ગઇ હતી. ઋચાએ આ વાતનો ખુલાસો કરતા ઇન્સ્ટાગ્રામમાં કહ્યું કે કે અનેક લોકોની જેમ લોકડાઉનના પહેલા વીકમાં એન્ઝાઇટી સાથે ઊભી થતી હતી. તે ઉઠતા જ કોરોનાથી કેટલા લોકોની મોત થઇ તે વાંચી ઉદાસ થતી. જો કે થોડા મેડિટેશન સાથે હવે તે સારું અનુભવે છે તેમ પણ તેને જણાવ્યું.
ઋચા ચડ્ડા ટુંક સમયમાં વકિલના કિરદારમાં ફિલ્મ 'સેક્શન 375'માં જોવા મળશે.
બોલીવુડ અભિનેત્રી ઋચા ચડ્ડા પોતાના બેબાક નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ ઋચા ચડ્ડાએ મહારાષ્ટ્રમાં આવેલી પૂરની પરિસ્થિતિ પર સરકારની આલોચના કરતા પોતાની જાતને લાચાર નાગરિક ગણાવી એટલું જ નહી, સેક્સ એજ્યુકેશનના મામલામાં પણ ઋચા ચડ્ડાએ એક મોટુ નિવેદન આપ્યું છે. પોતાની ફિલ્મ સેક્શન 375ના ટ્રેલર લોન્ચ દરમિયાન ઋચા ચડ્ડાએ સેક્સ એજ્યુકેશન અને યૌન શોષણ પર વાતચીત કરતા કહ્યું કે, સેક્સ એજ્યુકેશન ખુબ જરૂરી છે.
ડેટા ફ્રી થયા બાદથી પોર્નોગ્રાફી દેખી રહ્યા છે ટીનેજર્સ અભિનેત્રીએ કહ્યું કે, જ્યારથી આ ડેટા ફ્રી થયો છે, આજકાલ યંગ છોકરા-છોકરીઓ ખુલ્લેઆમ પોર્નોગ્રાફી જોઈ રહ્યા છે. આનાથી ક્રાઈમ પણ વધ્યા છે. એવા કેટલાએ મામલા સામે આવ્યા છે. જેમાં સગીર છોકરાઓએ ગેંગરેપ કરી છોકરીનો વીડિયો પોસ્ટ કર્યો હોય.
ગેંગરેપનો વીડિયો બનાવે છે સગીર ઋચા ચડ્ડા વાતચીત વધારતા કહે છે કે, આજકાલ પોર્ન સાઈટ પર સગીર છોકરાઓના રેપના વીડિયો વધારે પોપ્યુલર થયા છે. તેનુ કારણ એ છે કે, સેક્સ એજ્યુકેશન નથી. આના કારણે ટીનેજર્સ ખુલ્લેઆમ પોર્ન જોઈ રહ્યા છે. ઋચા ચડ્ડા કહે છે કે, આ રીતની ઘટનાઓ વધવા પાછળનું સૌથી મોટુ કારણ સેક્સ એજ્યુકેશન છે. સેક્સ એજ્યુકેશન નહીં મળવાના કારણે ટીનેજર્સ ભટકી રહ્યા છે. તેણે કહ્યું કે, મારી સ્કૂલમાં પણ સેક્સ એજ્યુકેશન હતુ અને મને લાગે છે કે, સેક્સ એજ્યુકેશન અને ડિસ્કશન ખુબ જરૂરી છે. આનાથી માનસિકતા બદલાય છે.
તમને જણાવી દઈએ કે, ઋચા ચડ્ડા ટુંક સમયમાં વકિલના કિરદારમાં ફિલ્મ 'સેક્શન 375'માં જોવા મળશે. આ ફિલ્મના કહાની રેપ વિક્ટિમ પર આધારિત છે. પીડિતાના કિરદારમાં મીરા ચોપડા છે. અક્ષય ખન્ના ફિલ્મમાં આરોપીની વકાલત કરતો જોવા મળશે. ઋચા ચડ્ડા પીડિતા માટે ન્યાય માંગે છે. ફિલ્મ 13 સપ્ટેમ્બરના રોજ બોક્સ ઓફિસ પર દસ્તક દેશે. આ ફિલ્મમાં એક ટોપ બોલિવુડ નિર્દેશકના કોસ્ચ્યૂમ ડાયરેક્ટર સાથે રેપનો મામલો પૂરા દેશમાં રેપની સ્થિતિ પર મજબૂત ચર્ચા થતી જોવા મળી રહી છે. ફિલ્મના ટિજર અને ટ્રેલર બંને તેની સાક્ષી આપી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર