રિયા કપૂરને નથી 'કરવા ચોથ વ્રત'માં વિશ્વાસ, સલાહકારોને આપ્યો તડ ને ફડ જવાબ - ' મને અને કરણને...'

રિયા કપૂરે થોડા મહિના પહેલા જ કરણ બુલાની સાથે લગ્ન કર્યા છે (ફોટો ક્રેડિટ - @rheakapoor))

રિયા કપૂરે (Rhea Kapoor) કરવા ચોથ (Karvachauth) વિશેની એક પોસ્ટ શેર કરી છે, જે ચર્ચામાં છે. રિયાએ પોતાની પોસ્ટમાં કરવા ચોથ વિશેના પોતાના મંતવ્યો આપ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે તેને તેમાં કોઈ વિશ્વાસ નથી.

 • Share this:
  મુંબઈ: બોલિવૂડ (Bollywood) અભિનેતા અનિલ કપૂર (Anil Kapoor)ની નાની પુત્રી રિયા કપૂરે (Rhea Kapoor) થોડા મહિના પહેલા લગ્ન કર્યા હતા. રિયાએ તેના લોન્ગ ટાઈમના બોયફ્રેન્ડ કરણ બુલાની (Karan Boolani) સાથે 14 ઓગસ્ટના રોજ ખુબજ સાદગીથી લગ્ન કર્યા હતા. પરિવારના સભ્યો સિવાય, કપૂર પરિવાર (Kapoor Family)ના કેટલાક ખૂબ જ નજીકના મિત્રોએ આ લગ્નમાં હાજરી આપી હતી. સોનમ કપૂર (Sonam Kapoor)ની જેમ રિયા કપૂરના લગ્ન પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. પરંતુ, રિયાના સાદગી પૂર્વકના લગ્ન લોકોને ગમ્યા હતા. હવે લગ્ન પછી રિયાનો પહેલો કરવા ચોથ (Karvachauth) પણ આવી રહ્યો છે. દરમિયાન, રિયા કપૂરે કરવા ચોથ વિશે આવી પોસ્ટ શેર કરી છે, જે ચર્ચાનો વિષય બની છે. રિયાએ પોતાની પોસ્ટમાં કરવા ચોથ વિશેના પોતાના મંતવ્યો આપ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે તેને તેમાં કોઈ વિશ્વાસ નથી. રિયાએ કરવા ચોથ અને આ વ્રત રાખવાની સલાહ આપનારાઓ માટે લાંબી પોસ્ટ લખી છે.

  રિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે- 'કૃપા કરીને મારી પાસે કરવા ચૌથ ગિફ્ટિંગ અને કોલાબોરેશન માટે ન આવો. કારણ કે હું તેમાં માનતી નથી અને કરણને પણ વિશ્વાસ નથી. અમે તેનું સન્માન કરીએ છીએ જેઓ તેમાં વિશ્વાસ રાખે છે અને તહેવાર ઉજવે છે. પરંતુ આ અમારા માટે નથી, એટલા માટે હું તેવી વસ્તુને પ્રોત્સાહન આપી શકતી નથી કે જેમાં મારી જાતને વિશ્વાસ નથી અને આ જે હેતુથી મનાવવામાં આવે છે તેના પર પણ હું વિશ્વાસ કરતી નથી.

  રિયા આગળ લખે છે - મને લાગે છે કે, જો આપણે પોતાની અને એકબીજાની કેર રાખતા હોઈએ તો આપણે સારી રીતે રહેવું જોઈએ.

  કરવ ચોથ પર રિયા કપૂરની પોસ્ટ. (ફોટો ક્રેડિટ ઈન્સ્ટાગ્રામ - @rheakapoor)


  હું આ બધું એટલા માટે જ લખી શકું કારણ કે કોઈ અજાણી વ્યક્તિએ મને સમજાવ્યું કે હું ગાંડપણ કરું છું. આ મારું પ્રથમ કરવા ચોથ છે. આભાર આગળ વધો. જો તમે આ વાંચ્યું હોય તો બકવાસ વાતો કહેવાની જરૂર નથી. આશા છે કે તમે તમારો રવિવાર સારો પસાર કર્યો હશે.

  આ પણ વાંચોનોરા ફતેહીના 'ગરમી' ગીત પર આ છોકરીએ બતાવ્યા આશ્ચર્યજનક મૂવ્સ, આ ડાન્સ VIDEO જોઈ તમે પણ થઈ જશો દીવાના

  આપણે તમને જણાવી દઈએ કે, રિયા કપૂર તાજેતરમાં પતિ કરણ બુલાની સાથે હનીમૂનથી પરત આવી છે. તેઓએ લાંબા સમય સુધી માલદીવમાં સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કર્યો. બંનેએ લગભગ 12 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્નની જાહેરાત કરી હતી. કરણ-રિયાના પરિવાર સિવાય આ લગ્નમાં માત્ર કેટલાક નજીકના લોકો જ હાજર રહ્યા હતા
  Published by:kiran mehta
  First published: