રિયા ચક્રવર્તીના વકીલે કર્યો મોટો ખુલાસો, 8 જૂને આ કારણે સુશાંતનું ઘર છોડ્યું હતું અભિનેત્રીએ

રિયા ચક્રવર્તીના વકીલે કર્યો મોટો ખુલાસો, 8 જૂને આ કારણે સુશાંતનું ઘર છોડ્યું હતું અભિનેત્રીએ
સુશાંત સિંહ રાજપૂત અને રિયા

આ પહેલા રિયાએ સુશાંતની બહેનો મીતૂ સિંહ અને પ્રિયંકા સિંહની વિરુદ્ઘ કેસ દાખલ કરાવ્યો છે. આ મામલે રિયાના વકીલ (Lawyer) સતીશ માનશિંદે (Satish Maneshinde)એ નિવેદન આપ્યું છે.

  • Share this:
    બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનથી જોડાયેલા કેસમાં હજી સુધી કોઇ સ્પષ્ટતા નથી મળી. આ કેસ જેની પર ડ્રગ્સ મામલે આરોપ છે તેવી અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakroborty)ને NCBએ થોડા સમય પહેલા ધરપકડ કરી હતી. આ પહેલા રિયાએ સુશાંતની બહેનો મીતૂ સિંહ અને પ્રિયંકા સિંહની વિરુદ્ઘ કેસ દાખલ કરાવ્યો છે. આ મામલે રિયાના વકીલ (Lawyer) સતીશ માનશિંદે (Satish Maneshinde)એ નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં તેણે ખુલાસો કર્યો છે કે રિયાએ કેમ 8 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતનું ઘર છોડી ત્યાંથી જતી રહી હતી.

    રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતની બહનો પર ખોટા પ્રિસ્ક્રિપ્શન સાથે ડૉક્ટરની સલાહ ન વગર દવા લેવાનો આરોપ મૂક્યો છે. મુંબઇ પોલીસે આ મામલે એક એફિડેવિટ ફાઇલ કરી છે. મુંબઇ મિરરની એક રિપોર્ટનું માનીએ તો આ પછી રિયાના વકીલ સતીશ માનશિંદે આ મામલે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સુશાંતની બહનોએ તેની માનસિક સ્થિતિની હાલત વિષે જાણકારી હોવા છતાં તેને ખોટી દવાઓ આપી હતી.



    તેણે કહ્યું કે રિયા દ્વારા ફાઇલ કરેલી FIRમાં ફરજી પ્રિસ્ક્રિપ્શન અને અવૈદ્ય રૂપથી સંચાલિત કરવાને લઇને આરોપ મૂક્યો છે. સુશાંતની બહેન પ્રિયંકા સિંહની 8 જૂન 2020ના રોજ આ પ્રકારની દવાઓ વિષે વાત થઇ હતી. સુશાંતના પરિવારને ખભર હતી કે સુશાંતને ડ્રગ્સની લત છે. અને મુંબઇમાં તેની ટ્રીટમેન્ટ પણ ચાલી રહી છે.

    વધુ વાંચો : ઇન્ટરનેટ છવાઇ 'Bigg Boss'ની એક્સ કંટેસ્ટેંટ દેવોલીના ભટ્ટાચાર્યની આ બોલ્ડ તસવીરો

    તેણે આગળ કહ્યું કે રિયા અને કેમ સુશાંતનું ઘર છોડ્યું. રિયાના વકીલે કહ્યું કે સુશાંતને ઓછામાં ઓછા 5 ડોકટરોએ આ સલાહ આપી હતી કે તે પોતાની મેન્ટલ હેલ્થના કારણે ડ્રગ્સથી બચે. પણ સુશાંત આવું કરવાની ના પાડી રહ્યો હતો. આ કારણે સુશાંતનું ઘર રિયાને 8 જૂનના રોજ છોડી દીધું હતું. જે 14 જૂન એટલે કે સુશાંતના નિધનના 1 સપ્તાહ પહેલાની વાત છે.

    ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે રિાયના ઘર છોડ્યા પછી 14મી જૂને આત્મહત્યા કરી લીધી હતી. તેની મોતના કારણો મામલે અલગ અલગ ચર્ચાઓ આજ દિવસ સુધી થઇ રહી છે. બીજી તરફ રિયા અને તેના ભાઇની ડ્રગ્સ મામલે આ ઘટનામાં અત્યાર સુધી ધરપકડ પણ થઇ ચૂકી છે.
    Published by:Chaitali Shukla
    First published:November 04, 2020, 20:42 pm