ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ પછી ટ્વિટર પર ટ્રેન્ડ થયું #Sorrybabu

ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ પછી ટ્વિટર પર ટ્રેન્ડ થયું #Sorrybabu
રેહા ચક્રવર્તી (ફાઇલ ફોટો)

સુશાંતની લાશ 14 જૂને મુંબઇના બ્રાંદ્રા વિસ્તારમાં તેમના ફ્લેટથી મળી હતી.

 • Share this:
  બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મામલે ડ્રગ્સ કનેક્શનને લઇને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની ધરપકડ થઇ છે. સતત ત્રણ દિવસની એનસીબી અભિનેત્રીની પૂછપરછ કરી રહી હતી. જે પછી રિયાની ધરપકડ કરવામાં આવી છે. રિયાની ધરપકડની સાથે જ ટ્વિટર પર #sorrybabu હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ મામલે સોશિયલ મીડિયા યુઝર્સે એક પછી એક જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

  ઉલ્લેખનીય છે કે 15 જૂને રિયા ચક્રવર્તી સુશાંતના શબને દેખવા મોર્ચરી ગઇ હતી. સુશાંતનું શબ જોઇને રિયાએ સોરી બાબુ કહ્યું હતું. ટ્વિટરના એક યુઝર્સે આ વાતે તેની મજાક ઉડાવીને કહ્યું કે રિયાથી એનબીસીએ કહ્યું - સોરી બાબૂ


  તો અન્ય એક યુઝર્સે લખ્યું એસએસઆરના ફેન્સ કહી રહ્યા છે સોરી બાબૂ


  ઉલ્લેખનીય છે કે સુશાંતની લાશ 14 જૂને મુંબઇના બ્રાંદ્રા વિસ્તારમાં તેમના ફ્લેટથી મળી હતી.
  જે પછી હાલમાં જ સુશાંતના પિતા કેકે સિંહે પટનામાં રિયા ચક્રવર્તીની વિરુદ્ધ કેસ દેખાલ કર્યો છે. જેમાં રિયા ચક્રવર્તી અને તેમના પરિવાર પર સુશાંત રાજપૂતની આત્મહત્યા મામલે તેને પ્રેરિત કરવા અને તેનાથી નાણાંકીય છેતરપીંડી કરવાનો આરોપ લગાવ્યો છે.

  જો કે સુપ્રીમ કોર્ટમાં રાજપૂતના પિતા દ્વારા પટનામાં રિયા અને અન્ય વિરુદ્ધ કેસ દાખલ કરવા મામલે કરવામાં આવેલી અરજી પર સીબીઆઇને આ કેસ ટ્રાંસફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં આ નવા ખુલાસા થયા છે. જે પછી હાલ ડ્રગ્સ મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે.
  Published by:Chaitali Shukla
  First published:September 08, 2020, 17:43 pm