Home /News /entertainment /રેખા અમિતાભ સામે નર્વસ રહેતી, જયા બચ્ચનને આ નામથી બોલાવતી હતી; બંને એક જ ફ્લેટમાં રહેતા'તા!

રેખા અમિતાભ સામે નર્વસ રહેતી, જયા બચ્ચનને આ નામથી બોલાવતી હતી; બંને એક જ ફ્લેટમાં રહેતા'તા!

ફાઇલ તસવીર

Rekha and Amitabh Bachchan Love Affair: રેખાના નજીકના લોકો જાણે છે કે, તે અમિતાભ બચ્ચનને કેટલો પ્રેમ કરતી હતી. રેખાની ફિલ્મના સેટ પર અમિતાભ બચ્ચન આવતા ત્યારે તેમનું વર્તન બદલાઈ જતું. તે ખૂબ જ નર્વસ થઈ જતી. રેખાની નિકટતા માત્ર અમિતાભ બચ્ચન સાથે જ નહોતી, તેની પત્ની જયા બચ્ચન સાથે પણ ગાઢ સંબંધ હતો. ક્યારેક તેઓ એક જ ફ્લેટમાં સાથે રહેતા હતા.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચનનું નામ ઝીનત અમાન, પરવીન બાબી, સ્મિતા પાટિલ જેવી ઘણી જાણીતી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું. પરંતુ રેખાનું નામ આજે પણ તેમની સાથે જોડાયેલું છે. જયા બચ્ચન સાથેના લગ્નના ત્રણ વર્ષ બાદ અમિતાભ અને રેખાના અફેરની ચર્ચાઓ શરૂ થઈ હતી, જેને કારણે જયા બચ્ચન ખૂબ જ નારાજ થઈ ગયા હતા.

  એવું કહેવાય છે કે, તેમના પ્રેમની શરૂઆત ફિલ્મ 'દો અંજાને'ના સેટ પર થઈ હતી. રેખા ઘણી વખત એવું વર્તન કરતી કે, જાણે તે અમિતાભ બચ્ચનની પત્ની હોય. રેખા, અમિતાભ અને જયા તેમના સંબંધો વિશે ક્યારેય વાત કરતા નથી. પરંતુ તેમના પ્રેમની ઘણી વાતો ફેમસ છે. યાસિર ઉસ્માને તેમના પુસ્તક 'રેખા - કૈસી પહેલી ઝિંદગાની'માં તેમના જીવનના ઘણા અજાણ્યાં પાસાઓ તરફ લોકોનું ધ્યાન દોર્યું છે.

  અમિતાભ બચ્ચનને જોઈને રેખા નર્વસ થઈ જતી હતી


  લેખકે પુસ્તકમાં 'ઉમરાવ જાન'ના ડિરેક્ટર મુઝફ્ફર અલીના શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. જેના પરથી એવું લાગે છે કે, રેખા પોતાને અમિતાભ બચ્ચનની પત્ની માનતી હતી. તે પરિણીત સ્ત્રીની જેમ વર્તે છે. મુઝફ્ફર અલીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં 'ઉમરાવ જાન'ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઘણીવાર સેટ પર આવતા હતા. રેખા એમને જોઈને બહુ ગભરાઈ જતી. જાણે એ કોઈ ચાલતી લાશ હોય. અમિતાભ એક પારિવારિક માણસ છે, કદાચ એટલા માટે કે તેઓ રેખાને જે રૂપમાં ઇચ્છતા હતા તે ક્યારેય સ્વીકારી શક્યા નહીં.


  ...જ્યારે રેખાએ બચ્ચન માટે પ્રેમનો એકરાર કર્યો!


  રેખાએ જ્યારે અમિતાભ બચ્ચન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો ત્યારે મુઝફ્ફર અલીએ ખુલાસો કર્યો હતો કે, રેખાએ ક્યારેય અમિતાભનું નામ લીધું નથી, પરંતુ તેમને પરિણીત મહિલાની જેમ 'તે' અથવા 'ઈન્કો' તરીકે સંબોધિત કરતી હતી. તેથી લોકોને લાગવા માંડ્યું કે, રેખા પોતાને અમિતાભ બચ્ચનની પત્ની માને છે. રેખા અને અમિતાભ બચ્ચન સાથે સેટ પર હાજર ઘણા લોકોએ આ બાબતોની નોંધ લીધી. સિમી ગિરેવાલ સાથેની વાતચીતમાં રેખાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, તે અમિતાભને ચાહકની જેમ પ્રેમ કરે છે. રેખા જ્યારે નીતુ સિંહ અને ઋષિ કપૂરના લગ્નમાં સિંદૂર પહેરીને પહોંચી ત્યારે તેના અફેરની ઘણી ચર્ચા થઈ હતી.

  આ પણ વાંચોઃ આ ગુજરાતી છોકરો ‘ઘોડે પે સવાર’નું મેલ વર્ઝન ગાઈને છવાઈ ગયો

  જયા બચ્ચન-રેખા એક જ ફ્લેટમાં રહેતા હતા


  રેખાને માત્ર અમિતાભ સાથે જ નહીં, પણ તેમની પત્ની જયા બચ્ચન સાથે પણ ગાઢ સંબંધ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 74 વર્ષીય જયા બચ્ચન લગ્ન પહેલાં રેખા સાથે મુંબઈમાં એક જ ફ્લેટમાં રહેતી હતી. રેખા પ્રેમથી જયા દીદી ભાઈ કહેતી હતી અને તેઓ આજે પણ આ નામથી જ બોલાવે છે. જયાને દીદી ભાઈ કેમ કહેવામાં આવે છે, તેનો જવાબ 80 વર્ષના અમિતાભે એક ઈન્ટરવ્યૂમાં આપ્યો હતો. મેગાસ્ટારે કહ્યું હતું કે, 'બહેનોમાં તે સૌથી મોટી છે, તેથી તેઓ જયાને દીદી ભાઈ કહીને બોલાવે છે. આ જ કારણ હોઈ શકે છે કે ઈન્ડસ્ટ્રીના લોકો તેમને દીદી ભાઈ પણ કહે છે.’

  રેખાનું નામ ઘણા સેલેબ્સ સાથે જોડાયું હતું


  અમિતાભ બચ્ચન સિવાય રેખાનું નામ એક્ટર જીતેન્દ્ર, સંજય દત્ત અને અક્ષય કુમાર સાથે પણ જોડાયું હતું. તેણે દિલ્હી સ્થિત બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા, જે ઘણા વિવાદોમાં રહ્યા હતા. મુકેશ અગ્રવાલે આત્મહત્યા કરી લીધી હતી, જેના માટે રેખાને દોષિત ગણવામાં આવી હતી. એવું કહેવાય છે કે, 68 વર્ષીય રેખાએ અભિનેતા વિનોદ મહેરા સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા, પરંતુ અભિનેત્રીએ સિમી ગિરેવાલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ દાવાઓને નકારી કાઢ્યા હતા.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Aamitabh Bachchan, Bollywod, Jaya bachchan, Rekha

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन