દીપિકા પાદુકોણની આ આદતથી કંટાળી ગયો છે રણવીર, અહીં કરી ફરિયાદ

News18 Gujarati
Updated: April 8, 2020, 3:09 PM IST
દીપિકા પાદુકોણની આ આદતથી કંટાળી ગયો છે રણવીર, અહીં કરી ફરિયાદ
દીપિકા-રણવીર

દીપિકા પાદુકોણે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં આ વાત જણાવી હતી.

  • Share this:
એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)ને બોલિવૂડના સ્ટ્રોંગ કપલ માનવામાં આવે છે. લોકો તેમનાથી કપલ ગોલ્સ લેવાની વાત કરે છે. અને તે પણ હંમેશા એક બીજાને તેમના પ્રેમની અભિવ્યક્તિ કરતા રહે છે. હાલ લોકડાઉનાં પણ તેમના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં આવતો રહે છે. જે બતાવે છે લગ્નના 1 વર્ષ પછી પણ આ કપલનો પ્રેમ ઓછો નથી થયો. ત્યારે દીપિકાએ હાલમાં જ તેમની એક આદત વિષે જણાવ્યું છે જેના કારણે રણવીર સિંહ તેમનાથી ચીડાઇ જાય છે. એટલું જ નહીં એક વાર તો ગુસ્સામાં તેમણે પરિવારના વોટ્સઅપ ગ્રુપમાં આ અંગે ફરિયાદ પણ કરી લીધી.

દીપિકા પાદુકોણે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેમને કંઇને કંઇક સતત કરતા રહેવાની આદત છે. જેના કારણે રણવીર અનેક વાર તેમના ચીડાઇ જાય છે. તેણે કહ્યું કે ઘરમાં મેડ નહતી આવતા તો ઘરનું બધુ કામ તે જાતે કરતી હતી. તેવામાં સફાઇ કરતા તેમની પીઠમાં દુખાવો થઇ ગયો. મારા દુખને જોતા રણવીરે કહ્યું કે તું આરામ કરી લે અને પોતાની જગ્યાએથી ના હલતી. પણ તેમ છતાં જ્યારે કસરત કરીને રણવીર 20 મિનિટમાં પાછો આવ્યો તો દીપિકા ઘરની સફાઇ કરી રહી હતી. રણવીરે તે પછી દીપિકા પર ચીડાયો અને તેણે ફેમિલી વોટ્સઅપ ગ્રુપમાં આ અંગે ફરિયાદ કરી દીધી.

વધુમાં દિપિકાએ જણાવ્યું કે તેને કંઇકને કંઇક સતત કરવાની આદત છે. તે એક જગ્યાએ લાંબો સમય સુધી બેસી નથી શકતી. મારી મા પણ હંમેશા આવું જ કહે છે અને રણવીર પણ. કે તું એક જગ્યાએ એક વારમાં બેસી નથી શકતી? તે હંમેશા કહે છે કે તેવો કોઇ ટાઇમ છે જ્યારે તારી પાસે કોઇ કામ ના હોય. દીપિકાએ કહ્યું કે મારા મગજમાં હંમેશા કોઇને કોઇ કામની ચિંતા લાગેલી જ હોય છે.

First published: April 8, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading