Home /News /entertainment /OSCAR 2022 : વિલ સ્મિથ દ્વારા ક્રિસ રોકને થપ્પડ મારવાનો મામલો, બોલીવુડની પ્રતિક્રિયા, જાણો કોણે શું કહ્યું
OSCAR 2022 : વિલ સ્મિથ દ્વારા ક્રિસ રોકને થપ્પડ મારવાનો મામલો, બોલીવુડની પ્રતિક્રિયા, જાણો કોણે શું કહ્યું
ઓસ્કાર એવોર્ડમાં વીલ સ્મિથના વર્તન પર બોલિવુડની પ્રતિક્રિયા
OSCAR 2022 : વિલ સ્મિથે (will smith) બેસ્ટ એક્ટરનો એવોર્ડ લેતા પહેલા ક્રિસ રોક (chris rock) ને થપ્પડ મારી હતી, આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિ।ય બન્યો છે. તો જોઈએ કયા કયા બોલિવુડ સેલેબ્સે (bollywood celebs) શું પ્રતિક્રિયા આપી.
OSCAR 2022 : 94માં એકેડેમી એવોર્ડ્સ (94th Academy Award) દરમિયાન, વિલ સ્મિથે (will smith) તેની પત્ની જેડા પિંકેટ સ્મિથ (jada pinkett smith) ની મજાક ઉડાવવા બદલ કોમેડિયન ક્રિસ રોક (chris rock) ને થપ્પડ મારી હતી. જેના કારણે ઈવેન્ટમાં હાજર તમામ સેલિબ્રિટી અને દર્શકો દંગ રહી ગયા હતા. વિલ સ્મિથ આવું કરશે એવી કોઈને અપેક્ષા નહોતી. એવોર્ડ સમારંભ દરમિયાન બનેલી આ ઘટના હવે દરેક જગ્યાએ ચર્ચાનો વિષય છે. આ ઘટનાથી માત્ર હોલિવૂડ જ નહીં પરંતુ બોલિવૂડ સેલેબ્સ (Bollywood Celebs) પણ ચોંકી ગયા છે. નીતુ કપૂર (neetu kapoor) થી લઈને સોફી ચૌધરી (sophie choudry) સુધીના ઘણા બોલિવૂડ સેલેબ્સે આ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપી છે.
નીતુ કપૂરે ઓસ્કારમાં ક્રિસ રોકને થપ્પડ મારતા વિલ સ્મિથ (chris rock will smith) ની મજાક ઉડાવી હતી. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ઘટનાનો સ્ક્રીન શોટ શેર કરતા તેણે એવા લોકો પર નિશાન સાધ્યું જેઓ કહે છે કે મહિલાઓ પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકતી નથી. કારણ કે, વિલ સ્મિથે ક્રિસ રોકને થપ્પડ મારી હતી કારણ કે તેણે અભિનેતાની પત્નીના વાળની મજાક ઉડાવી હતી. પોસ્ટ શેર કરતી વખતે, નીતુ કપૂરે લખ્યું- 'અને તેઓ કહે છે કે મહિલાઓ તેમની લાગણીઓને કાબૂમાં રાખી શકતી નથી.'
નીતુ કપૂર સિવાય વરુણ ધવને પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. ફોટો શેર કરતી વખતે વરુણે કેપ્શનમાં લખ્યું - 'વાહ, આની અપેક્ષા નહોતી.' સિંગર સોફી ચૌધરીએ લખ્યું - 'હિંસા ક્યારેય રસ્તો નથી હોતો પરંતુ કોઈની મેડિકલ કન્ડિશનની મજાક ઉડાવવી ક્યારેય સ્વીકાર્ય ન હોવી જોઈએ. મારા મનપસંદ સ્ટારના શ્રેષ્ઠ પ્રદર્શન માટે આ કારકિર્દીની સૌથી મહત્વપૂર્ણ ક્ષણ હતી. આશા છે કે આ ઘટનાને બદલે તેમને તેમના તેજસ્વી કાર્ય માટે યાદ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, વિલ સ્મિથે બેસ્ટ એક્ટરનો એવોર્ડ લેતા પહેલા ક્રિસ રોકને થપ્પડ મારી હતી. જે બાદ જ્યારે તે પોતાનો એવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચ્યો તો તે ખૂબ જ ભાવુક થઈ ગયો. તેણે પોતાની ટીમનો આભાર માન્યો અને આ ઘટના માટે એકેડમીની માફી માંગી. આ ઘટના ત્યારે બની જ્યારે ક્રિસે જાડાની ફિલ્મ જીઆઈ જેનમાં તેના લુકની મજાક ઉડાવી. આના પર પ્રતિક્રિયા આપતા વિલ સ્મિથ સ્ટેજ પર ગયો અને ક્રિસને થપ્પડ મારીને પાછો આવ્યો. આ ઘટનાથી ક્રિસ પણ સ્તબ્ધ થઈ ગયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર