સરકારના આ મોટા નિર્ણય અંગે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવવા લાગી છે.
સરકારના આ મોટા નિર્ણય અંગે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. બોલિવૂડની અનેક હસ્તીઓ પણ આ નાગરિકતા સુધારણા બિલ અંગે પોતાનો પ્રતિસાદ આપી રહી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં નાગરિકતા સુધારણા બિલ રજૂ કર્યું હતું, જે હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક સતાવણીનો ભોગ બનેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.
સરકારના આ મોટા નિર્ણય અંગે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. બોલિવૂડની અનેક હસ્તીઓ પણ આ નાગરિકતા સુધારણા બિલ અંગે પોતાનો પ્રતિસાદ આપી રહી છે.
બોલિવૂડ ડિરેક્ટર ઓનિરે એક ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યું છે. ઓનિરે પોતાની ટ્વીટમાં સરકારના આ નિર્ણયને નિશાન બનાવ્યો છે.
બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર ઘણીવાર રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર પોતાના મંતવ્યો વ્યક્ત કરે છે. તેમણે નાગરિકતા સુધારણા બિલ અંગે પણ ટ્વીટ કર્યું હતું, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
“(In India..) Religion is not basis of citizenship. Religion cannot be the basis of discrimination. And the state cannot take decisions based on religion. CAB pointedly excludes Muslims..” - in NRC/CAB project Jinnah is reborn! Hello Hindu Pakistan! 🙏🏿 🇮🇳 https://t.co/aVkmolFx2L
સ્વરાએ ટવીટ કરીને કહ્યું કે '(ભારતમાં ...) ધર્મ નાગરિકત્વનો આધાર નથી. ધર્મ ભેદભાવનો આધાર હોઈ શકતો નથી. રાજ્ય ધર્મના આધારે નિર્ણય લઈ શકતું નથી. નાગરિકત્વ સુધારણા બિલમાં મુસ્લિમોને સ્પષ્ટ રીતે બાકાત રાખ્યું છે .. -NRC/CAB પ્રોજેક્ટમાં પુનર્જન્મ થયો. હેલો હિન્દુ પાકિસ્તાન!
લોકસભામાં નાગરિકતા સુધારા બિલ પસાર થવા પર અભિનેત્રી આલિયા ભટ્ટની માતા સોની રઝદાનએ ટ્વીટ કર્યું છે, 'આપણે જાણીએ છીએ અને પ્રેમ કરીએ છીએ તે આ ભારતનો અંત છે. જેને અમે જાણીએ છીએ અને પ્રેમ કરીએ છીએ અથવા આપણામાંના ઘણા લોકો કરે છે.
This is the end of the India we all know and love. Or at least for many of us who do. 💔 https://t.co/qgMalHOZ1U
અભિનેત્રી રિચા ચઢ્ઢાએ પણ પોતાના ટ્વિટમાં નાગરિકતા સુધારણા બિલમાં મળેલા મતોની તસવીર શેર કરી છે. આ પોસ્ટ કરતાં અભિનેત્રીએ લખ્યું, 'ભગવાન આપણું રક્ષણ કરે.'
ગૌહર ખાને ટ્વિટ કરીને કહ્યું, 'નાગરિકતા સુધારણા બિલ ભારતીય લોકશાહી માટે દુ ખદ દિવસ છે.'
અમિત શાહે બિલ રજૂ કરતી વખતે કહ્યું કે આ બિલ કોઈપણ રીતે ગેરબંધારણીય નથી કે તે આર્ટિકલ -14 નું ઉલ્લંઘન કરતું નથી. તેમણે કહ્યું કે, જો આ દેશનું વિભાજન ધર્મના આધારે ન હોત, તો મારે બિલ લાવવાની જરૂરીયાત જ નથી, ગૃહને સ્વીકારવું પડશે કે ધર્મના આધારે વિભાજન છે.
નાગરિકતા સુધારણા બિલને લઈને વિપક્ષે લોકસભામાં સખત વિરોધ નોંધાવ્યો હતો. આ બિલ પર 7 કલાકની તીવ્ર ચર્ચા પછી આખરે તે પસાર થઈ ગયું. બિલની તરફેણમાં 293 અને વિપક્ષમાં 82 મત હતા. લોકસભા બાદ રાજ્યસભામાં આ બિલ પસાર થવાનું બાકી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર