રવિના ટંડન ચહેરો છુપાવીને ટ્રેનની સીટ સાફ કરતી નજરે પડી,વીડિયો વાયરલ થયો

News18 Gujarati
Updated: March 21, 2020, 5:55 PM IST
રવિના ટંડન ચહેરો છુપાવીને ટ્રેનની સીટ સાફ કરતી નજરે પડી,વીડિયો વાયરલ થયો
રવીના ટંડન

રવિના ટંડને હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

  • Share this:
મુંબઇ - કોરોના વાયરસથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ડર સતત વધી રહ્યો છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ આ મહામારીથી પોતાને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનનો એક વીડિયો હાલ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રવિનાએ તેના ચહેરા પર માસ્ક પહેર્યો છે અને તે ટ્રેનમાં મુસાફરી કરતી જોવા મળી રહી છે અને કોરોનાના ડરને કારણે તે કામ કરી રહી છે જે પહેલા તેણે ભાગ્યે જ વિચાર્યું હશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા બોલીવુડ અભિનેત્રી રવિના ટંડનના આ વીડિયોમાં પોતાની ટ્રેનની સીટ સાફ કરતી જોવા મળી રહી છે. રવિનાએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.આ વીડિયોને શેર કરતાં તેણે કહ્યું કે ટ્રેનમાં સરફ કરતા પહેલા ભીના વાઇપ્સ, સેનિટાઇઝરથી આપણા કેબિનને સાફ કર્યા પછી આરામથી બેસો. સોરી કહેવા કરતા સલામત રહેવું સારું છે.


રવીના ટંડને જણાવ્યું કે તેનો આ વીડિયો જૂનો છે. રવિના ટંડનનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની પર ઘણી ટિપ્પણી પણ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે આ દિવસોમાં, કોરોના વાયરસના કારણે અનેક દેશો સંપૂર્ણ લોકડાઉન હેઠળ છે. મહારાષ્ટ્રના પણ કેટલાક શહેરને લોકડાઉન કરવામાં આવ્યા છે. લોકડાઉનના આ સમયે લોકો ફક્ત જરૂરી કામ માટે જ તેમના ઘરની બહાર નીકળી રહ્યા છે. દેશના જુદા જુદા ભાગોમાં કોરોના વાયરસના નવા કેસો સામે આવ્યા છે. ભારતમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા શનિવારે વધીને 258 થઈ ગઈ છે. આ 258 લોકોમાંથી 39 વિદેશી નાગરિકો છે. આ વિદેશી નાગરિકોમાં 17 ઇટાલીના, ત્રણ ફિલિપાઇન્સના, બે યુકેના અને એક કેનેડા, ઇન્ડોનેશિયા અને સિંગાપોરના છે.
First published: March 21, 2020, 5:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading