Home /News /entertainment /ભારત જોડો યાત્રામાં સામેલ થઈ રશ્મિ દેસાઈ અને આકાંક્ષા પુરી, ફોટો શેર કરી આપી જાણકારી

ભારત જોડો યાત્રામાં સામેલ થઈ રશ્મિ દેસાઈ અને આકાંક્ષા પુરી, ફોટો શેર કરી આપી જાણકારી

ફોટોઃ @TheRashamiDesai

રશ્મિ દેસાઈએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર 'ભારત જોડો યાત્રા'માં સામેલ થયાના ફોટો શેર કર્યા છે. રશ્મિ દેસાઈ સિવાય ટીવીની બીજી પ્રખ્યાત એક્ટ્રેસ આકાંક્ષા પુરી પણ 'ભારત જોડો યાત્રા'માં જોડાઈ હતી.

    નવી દિલ્હીઃ કોંગ્રેસની ભારત જોડો યાત્રાના લગભગ બે મહિના થઈ ગયા છે. આ સફરમાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો ભાગ લેતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે પૂજા ભટ્ટ, રિયા સેન, સુશાંત સિંહ પદપાળા યાત્રામાં સામેલ થયા હતાં. તેમાં હવે પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ અને આકાંક્ષા પુરી પણ ભારત જોડો યાત્રામાં સામેલ થઈ છે. કોંગ્રેસના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની સાથે રશ્મિ દેસાઈ અને આકાંક્ષા પુરીનો એક ફોટો શેર કર્યો છે.

    રાહુલ ગાંધીની સાથે પદયાત્રામાં થયા સામેલ


    કોંગ્રેસે ટીવી એક્ટ્રેસ સાથે રાહુલ ગાંધીનો ફોટો પોસ્ટ કરતાની સાથે કેપ્શનમાં લખ્યુ છે કે- 'ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ રશ્મિ દેસાઈ અને આકાંક્ષા પુરી સચ્ચાઈ માટે અમારી લડાઈમાં સામેલ છે.'

    આ પણ વાંચોઃ રામ મંદિરના 500 વર્ષના ઈતિહાસ પર બનશે ફિલ્મ, અમિતાભ બચ્ચને નિઃશુલ્ક આપશે પોતાનો અવાજ


    એક્ટ્રેસે પણ શેર કર્યો ફોટો


    રશ્મિ દેસાઈએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યુ છે કે, 'કોંગ્રેસ નેતા અસલમ શેખ અને સૂરજ ઠાકોર અને મારી મિત્ર આકાંક્ષા પુરીની સાથે ભારત જોડો યાત્રા. એક સાથે રહો.' આકાંક્ષા પુરીએ યાત્રા દરમિયાનની તસવીર શેર કરી છે.


    આ પણ વાંચોઃ ફક્ત 5 ફિલ્મો બનાવીને આ ફિલ્મમેકર બની ગયા કરોડપતિ, ઝીરો ફ્લોપ ફિલ્મનો રેકોર્ડ!


    ટીવી શોમાં કર્યુ કામ


    રશ્મિએ બિગ બોસ 13, ખતરો કે ખિલાડી 6, નચ બલિયે 7, નાગિન 4, નાગિન 3 અને ઝલક દિખલા જા 5 જેવા ઘણા રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. સાથે જે મોડલ અને એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ હિન્દી ટીવી શો સિવાય સાઉથમાં પણ ઘણું કામ કર્યુ છે. તેણે મધુર ભંડારકરની કેલેન્ડર ગર્લ્સથી બોલિવૂડમાં હાથ આજમાવ્યો હતો. આકાંક્ષાએ હાલમાં સ્વયંવર 'મીક્કા દી વોટી'માં ભાગ લીધો હતો. તેણી આ શોની વિનર રહી હતી.

    જોકે, આ હજુ તેઓએ લગ્ન નથી કર્યા.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Entertainment news, Rashmi Desai, Tv actress

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन