Home /News /entertainment /

અહીં જુઓ રણવીર સિંહનો બિફોર-આફ્ટર લૂક

અહીં જુઓ રણવીર સિંહનો બિફોર-આફ્ટર લૂક

    રણવીર સિંહે ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે. જેમાં તેનો બિફોર અને આફ્ટર લૂક જોવા મળી રહ્યોં છે. એક તસ્વીરમાં રણવીરની કમાલની બોડી અને બિયર્ડ લૂકમાં હટકે અંદાજમાં જોવા મળી રહ્યોં છે. જ્યારે બીજી તસ્વીરમાં તે દુબળો-પાતળો જોવા મળી રહ્યો છે. તેના વાળ પણ પાછળની તરફ બાંધેલા છે. આ તસ્વીરમાં તેમને કેપ્શનમાં લખ્યું છે કે પદ્માવત ટુ ગુલી બોય.

    જણાવી દયે કે રણવીર સિંહની ફિલ્મ પદ્માવત 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં તેમની સાથે દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય તેની આવનારા દિવસોમાં જોયા અખતરના નિર્દશનમાં બની રહેલી ફિલ્મ ગુલી બોયના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે.



    #padmaavat —> #gullyboy


    A post shared by Ranveer Singh (@ranveersingh) on






    આ ફિલ્મનું શૂટિંગ 14 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે. આ પહેલા પણ રણવીર સિંહ જોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ દિલ ધડકને દોમાં કામ કરી ચુક્યો છે. આ ફિલ્મની કહાની રિયલ લાઈફ રેપર પર આધારિત છે. આ રેપર મુંબઈની ગલીઓમાં રહે છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Ranvir singh, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन