Home /News /entertainment /ક્યારેક કૂતરા પાછળ છોડ્યા તો ક્યારેક પુરુષોએ જ બનાવ્યો 'ડાર્લિંગ', રણવીરે જણાવ્યો દુઃખદ સંઘર્ષનો સમય

ક્યારેક કૂતરા પાછળ છોડ્યા તો ક્યારેક પુરુષોએ જ બનાવ્યો 'ડાર્લિંગ', રણવીરે જણાવ્યો દુઃખદ સંઘર્ષનો સમય

ફાઇલ ફોટો

રણવીર સિંહે પોતાના સ્ટ્રગલિંગ સમયની કડવી યાદો શેર કરી છે. Marrakech International Film Festivalમાં Etoile d'Or એવોર્ડ લીધા બાદ પોતાની સ્પીચમાં રણવીરે તેના સંઘર્ષમય શરુઆતના ત્રણ વર્ષોને યાદ કર્યા હતાં. આ દરમિયાન ઘણા કિસ્સા શેર કરતા રણવીરે જણાવ્યુ કે તેને ઘણીવાર અપમાન અને કાસ્ટિંગ કાઉચનો શિકાર થવું પડ્યુ હતું.

વધુ જુઓ ...
    મુંબઈઃ અભિનેતા રણવીર સિંહે હાલમાં જ Marrakech International Film Festivalમાં Etoile d’Or એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. એવોર્ડ લીધાં બાદ પોતાની સ્પીચમાં રણવીર સિંહે તેના સ્ટ્રગલના દિવસોને યાદ કર્યા અને તે દિવસોની દુખદ વાતો પણ જણાવી. રણવીર સિંહે સ્ટ્ર્ગલિંગના સમયના ઘણા કિસ્સા જણાવતા પોતાની જમીનથી લઈને સુપરસ્ટાર સુધીના સફર વિશે જણાવ્યુ હતું.

    રણવીર સિંહે જણાવ્યુ કે સ્ટ્રગલિંગના સમયમાં તેને બોલિવૂડમાં એન્ટ્રી મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. પોતાની સ્પીચ દરમિયાન રણવીરે જણાવ્ચુ કે, એક પ્રોડ્યુસરે તેના પર પાળતું કૂતરાઓ છોડી દીધાં હતાં. એટલું જ નહીં રણવીર સિંહને કાસ્ટિંગ કાઉચનો પણ સામનો કરવો પડતો હતો.

    આ પણ વાંચોઃ મયુર વાકાણીએ બનાવી પ્રધાનમંત્રી મોદીની મૂર્તિ, 'તારક મહેતા...'ના સુંદરની કલાકારી જોઈ ફેન્સ થયા હેરાન

    ત્રણ વર્ષ સુધી સંઘર્ષ કર્યો


    રણવીર સિંહે આપવિતી જણાવતા કહ્યુ કે, તેને પોતાના કરિયરની શરુઆત પહેલા આશરે 3 વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. આ દરમિયાન રણવીર પ્રોડ્યુસર્સના દરવાજા ખખડાવતો રહ્યો અને બ્રેકમાં મળવાની રાહ જોતો રહ્યો. આ દરમિયાન રણવીરે એક કિસ્સો શેર કરતા જણાવ્યુ કે, સ્ટ્રગલ દરમિયાન ઘણીવાર મારે અપમાનનો સામનો કરવો પડ્યો હતો. રણવીર જ્યારે એક પ્રખ્યાત પ્રોડ્યુસરને મળવા તેના ઘરે પહોંચ્યો ત્યારે ત્યાં પાર્ટી ચાલી રહી હતી. તેણે તેમની સામે કામની તલાશની વાત કરી. તે દરમિયાન પ્રોડ્યુસરે રણવીર સિંહ પાછળ તેના પાળતું કૂતરા છોડી દીધાં હતાં.

    મજાક માટે પ્રોડ્યુસરે કૂતરા પાછળ છોડ્યા


    રણવીરે જણાવ્યુ કે, આ બધું ફક્ત એની મજા માટે હતું. રણવીરે પ્રોડ્યુસરનું નામ તો ના જણાવ્યુ પણ તેણે કહ્યુ કે, પ્રોડ્યુસરે પછી મને તેની ઓફિસમાં મળવા બોલાવ્યો હતો. સાથે રણવીરે જણાવ્યુ કે, સ્ટ્રગલિંગ સમયમાં તેને કાસ્ટિંગ કાઉચનો પણ સામનો કરવો પડ્યો હતો. રણવીર સિંહે જણાવ્યુ કે, એકવાર મને એક વ્યક્તિ અજીબ જગ્યાએ લઈ ગયો અને મને પુછ્યુ કે, તું હાર્ડ વર્કમાં વિશ્વાસ કરે છે કે સ્માર્ટ વર્કમાં.

    આ પણ વાંચોઃ માતાના બે મહિના બાદ મહેશ બાબૂના પિતા કૃષ્ણાનું થયું નિધન, હાર્ટ અટેક આવતા હોસ્પિટલમાં કરાયા હતાં ભરતી

    કાસ્ટિંગ કાઉચનો પણ થયો શિકાર


    તેના જવાબમાં રણવીરે કહ્યુ કે, મને નથી લાગતું કે હું એટલો સ્માર્ટ છુ પણ હું એ જરુર જાણું છુ કે હું હાર્ડવર્કિંગ છુ. મારા આ જવાબ પર એ વ્યક્તિએ મને કહ્યુ 'ડાર્લિંગ સેક્સી અને સ્માર્ટ બનો'. પોતાના સંઘર્ષના સમયની કડવી યાદો યાદ કરતા રણવીર સિંહ ભાવુક થઈ જાય છે. ત્યારબાદ રણવીર સિંહ કહે છે કે, મેં ત્રણ વર્ષમાં ઘણાં કડવા અનુભવોનો સહન કર્યા છે. આ જ કારણ છે કે આજે હું દરેક મળેલા મોકાની કદર કરુ છું.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Entertainment news, બોલીવુડ, મનોરંજન, રણવીર સિંહ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन