લગ્નની ખુશી મનાવી રહેલા રણવીરસિંહ માટે આવ્યા ખરાબ સમાચાર

News18 Gujarati
Updated: November 16, 2018, 7:36 AM IST
લગ્નની ખુશી મનાવી રહેલા રણવીરસિંહ માટે આવ્યા ખરાબ સમાચાર
એક બાજુ ઈન્ડસ્ટ્રીના આ ચાર્મી કપલ માટે સોશિયલ મીડિયા પર શુભેચ્છાની લાંબી લાઈનો લાગી છે, તો બીજી બાજુ રણવીર માટે એક ખરાબ સમાચાર પણ આવ્યા છે.

એક બાજુ ઈન્ડસ્ટ્રીના આ ચાર્મી કપલ માટે સોશિયલ મીડિયા પર શુભેચ્છાની લાંબી લાઈનો લાગી છે, તો બીજી બાજુ રણવીર માટે એક ખરાબ સમાચાર પણ આવ્યા છે.

  • Share this:
બોલીવુડની સૌથી પસંદગીની જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હવે ઓફિશિયલી એકબીજાના થઈ ચુક્યા છે. બંનેએ ઈટલીના લેક કોમોમાં પારંપરિક કોંકણી અને સિંધી રીતિ-રિવાજથી લગ્ન કરી લીધા છે. જ્યાં એક બાજુ ઈન્ડસ્ટ્રીના આ ચાર્મી કપલ માટે સોશિયલ મીડિયા પર શુભેચ્છાની લાંબી લાઈનો લાગી છે, તો બીજી બાજુ રણવીર માટે એક ખરાબ સમાચાર પણ આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રમવીર સિંહની અગામી ફિલ્મ સિંબા હવે મુશ્કેલીમાં ફસાઈ ચુકી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મ પર કોપીરાઈટનો આરોપ લગાવવામાં આવ્યો છે. એક બેવરેજ કંપનીએ ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ઠીની કંપની રોહિત શેટ્ટી પિક્ચર્સ પર ટ્રેડમાર્કનો ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે, કંપનીએ રોહિત વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ મામલામાં કોર્ટે રોહિત શેટ્ટી પાસે જવાબ માંગ્યો છે. તમને જણાવી દઈએ કે, બ્રેવરેજ કંપની ફિલ્મના નામની જ બિયર અને બીજા અન્ય નોન-અલ્કોહોલિક ડ્રિંક્સ વેચે છે.

કંપનીનું આ મામલામાં કહેવું છે કે, ફિલ્મ નિર્માતાએ તેમની પાસે કોઈ પણ પ્રકારની સહમતી નથી કરી. બ્રાંડના માલિક પ્રભતેજ ભાટિયાનું કહેવું છે કે, તે ગત મે મહિનાથી ફિલ્મ પ્રોડ્યુસર્સ અને તેમની લીગલ ટીમને મેલ કરી રહ્યા છે, પરંતુ તેમના તરફથી કોઈ પણ જવાબ નથી આવી રહ્યો. પ્રભતેજે કહ્યું કે, હું કોઈ પૈસા નથી માંગતો, પરંતુ એવું જરૂર ઈચ્છુ છું કે, ફિલ્મના નિર્માતા તેમનું ટાઈટલ બદલી નાખે.

આ ફિલ્મમાં રણવીર અને સેફ અલી ખાનની દીકરી સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
First published: November 15, 2018
વધુ વાંચો
अगली ख़बर