રણવીરસિંહે મહિલાને 'ભાભી' કહ્યું તો તેણે જોર જોરથી બૂમો પાડી, કારણ કે...

News18 Gujarati
Updated: November 6, 2019, 10:48 AM IST
રણવીરસિંહે મહિલાને 'ભાભી' કહ્યું તો તેણે જોર જોરથી બૂમો પાડી, કારણ કે...
રણવીર સિંહ

રણવીર તમને ભાભી બોલાવે ત્યારે દિલના અરમાન આંસુ બની વહી ગયા!'

  • Share this:
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) હંમેશા ચર્ચામાં રહે છે. પણ હવે તેમણે કંઇક તેવું કર્યું છે કે તે ટિકટોક પર પણ છવાઇ ગયા છે. હાલમાં જ રણવીર સિંહનો એક રસપ્રદ વીડિયો બહાર આવ્યો છે. જેમાં રણવીર એક સુંદર મહિલા સાથે નજરે પડ્યા હતા. આ વીડિયો ટીક ટોક (Tik Tok Video) પર તાબડતોડ વાયરલ થઇ રહ્યો છે. કહેવાય છે કે આ વીડિયો કોઇ લગ્ન સમારંભનો છે. જ્યાં રણવીર સિંહ પરફોર્મન્સ આપવા માટે પહોંચ્યા હતા. તે લગ્ન દરમિયાન જ એક મહિલા રણવીરને મળી. અને પોતાની સાથે ફોટો પાડવા માટે કહ્યું. ત્યારે રણવીર મહિલાને ભાભી કહી સંબોધન કર્યું અને બસ મહિલાએ બૂમબરાડા પાડ્યા.

ટિક ટોક પર આ વીડિયો ગુનીત વિરદી (Guneet Virdi tik tok video) નામની મહિલાએ શેર કર્યા છે. આ મહિલા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ હોવાની જાણવા મળ્યું છે. આ મહિલાને રણવીર સિંહ ભાભી કહીને બોલાવે છે. મહિલાએ વીડિયો શેયર કરતા કહ્યું કે જ્યારે રણવીર તમને ભાભી બોલાવે ત્યારે દિલના અરમાન આંસુ બની વહી ગયા!' આ વીડિયોને અત્યાર સુધી હજાર લાઇક્સ અને કમેન્ટ મળી છે. વળી આ વીડિયોમાં રણવીર પર અલગ જ અંદાજમાં નજરે પડી રહ્યા છે. રણવીર આ મહિલાને ભાભી કહીને કેમ બોલાવી રહ્યા છે તે અંગે તો જાણકારી નથી મળી પણ તે વાત તો નક્કી છે કે રણવીર આ મહિલાને સારી રીતે ઓળખે છે.ગુનીત વિરદીને રણવીર સિંહ દિલ્હીમાં કોઇ લગ્ન સમયે મળ્યા હતા.


તે રણવીર સિંહ સાથે ફોટો ખેંચવા માંગતી હતી. અને તે રણવીરની પાસે જ ઊભી હતી. રણવીર ગુનીત સાથે સેલ્ફી લેવાના જ હતા કે તેમણે આ મહિલાને ભાભી કહીને બોલાવી. રણવીરના ભાભી કહેવા પર મહિલા જોર જોરથી બૂમા પાડીને કહે છે ભાભી ના બોલતો પ્લીઝ. જે પછી આસ પાસના લોકો પણ તેને ભાભી કહીને બોલાવે છે અને ચીડાવે છે. જો ક મહિલા વારંવાર ભાભી બોલવા મામલે વિરોધ કરતી નજરે પડે છે.
First published: November 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading