રામાયણની 'સીતા'ની ફિલ્મમાં ગીત ગાશે રાનૂ મંડલ, વીડિયોમાં માંગ્યું પહેલા જેવું સન્માન

રાનૂ મંડલ

આ વીડિયો શેર કરતા દીપિકા ચિખલિયાએ કેપ્શનમાં લખ્યું કે મારી ફિલ્મ સરોજીની ધીરજ મિશ્રા દ્વારા લખાયેલી અને તેના ગીતને રાનૂ મંડલ ગાશે.

 • Share this:
  એકવાર ફરી ચર્ચામાં આવી ચૂકી છે રાનૂ મંડલ, તેમણે હિમેશ રેશમિયાની ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. હવે તેમને બીજો મોટો પ્રોજેક્ટ મળ્યો છે. રાનુ મંડલ માટે આ બીજો પ્રોજેક્ટ ખૂબ જ ખાસ છે. આ પ્રોજેક્ટ છે રામાયણની સીતા એટલે કે એક્ટ્રેસ દીપિકા ચિખલિયાની આવનારી ફિલ્મ સરોજીની. જેની જાહેરાત ખુદ દીપિકાએ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર રાનૂ મંડલનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે પોતાના ફેન્સથી પહેલા જેવું સન્માન માંગતી નજરે પડી.

  અભિનેત્રી દીપિકા ચિખલિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર રાનૂ મંડલનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાનૂ મંડલ કહે છે કે હવે હું ધીરજ મિશ્રાજીની સાથે જે દેશભક્તિની સીરિયલ બનાવે છે તેમની સાથે ફિલ્મ સરોજીની અને સિતમગર તે ફિલ્મના તમામ ગીતો ગાવાની છએ. મને આશા છે કે મને તે પ્રેમ અને સન્માન મળશે જે તમે હજી સુધી મને આપતા આવ્યા છો. આભાર.  આ વીડિયો શેર કરતા દીપિકા ચિખલિયાએ કેપ્શનમાં લખ્યું કે મારી ફિલ્મ સરોજીની ધીરજ મિશ્રા દ્વારા લખાયેલી અને તેના ગીતને રાનુ મંડલ ગાશે. દીપિકા ચિખલિયા દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોને સોશિયલ મીડિયામાં સારી એવી પ્રતિક્રિયા મળી રહી છે. તેને આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

  જો કે હાલ આ ફિલ્મને લઇને વધુ જાણકારી સામે નથી આવી રહી. પણ આ પહેલા રાનૂ મંડલે હિમેશ રેશમિયાની ફિલ્મ હેપ્પી હાર્ડી અને હીરના કેટલાક ગીતો ગાયા હતા. અને તેમનું ગીત તેરી મેરી કહાની સોશિયલ મીડિયા પર હિટ સાબિત થયું હતું. અને તે પછી તે આ બીજા પ્રોજેક્ટ પણ કામ કરી રહી છે.
  Published by:Chaitali Shukla
  First published: