આજે રિલીઝ થઇ રહ્યું છે રાનૂ મંડલનું પહેલું સોંગ, હિમેશ રેશમિયાએ કર્યુ જાહેર

News18 Gujarati
Updated: September 11, 2019, 10:59 AM IST
આજે રિલીઝ થઇ રહ્યું છે રાનૂ મંડલનું પહેલું સોંગ, હિમેશ રેશમિયાએ કર્યુ જાહેર
રાનૂ મંડલ અને હિમેશ રેશમિયા.

આ સોંગનું લોકાર્પણ માટે એક મોટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એવી દરેકને આશા છે કે આ પ્રસંગે રાનૂ પણ ટીમ સાથે હાજર રહેશે.

  • Share this:
સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી બનીને લોકોના દિલમાં વસનારી રાનૂ મંડલનું પહેલું સોંગ 'તેરી મેરી કહાની' નું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે. હિમેશ રેશમિયાએ આ ટિઝરને 18 કલાક પહેલા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું. પૂરુ સોંગ આજે રિલીઝ થઈ શકે છે. હજુ સુધી માહિતી એવી છે કે આ પૂરુ સોંગ 11 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

આ સોંગના લોકાર્પણ માટે એક મોટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટિઝરને શેર કરતા હિમેશે લખ્યું, 'ઓફિશિયલ ટિઝર, ભગવાનની કૃપાથી,' હેપી હાર્ડી ઔર હીર ' કા હમારા હેપિક બ્લૉકબસ્ટર ટ્રેક' 'તેરી મેરી કહાની' નું પૂરુ સોંગ (11 સપ્ટેમ્બર) આવી રહ્યું છે. આભાર.
 રાનૂ મંડળ ઇન્ટરનેટ પર 'એક પ્યાર કા નગ્મા હૈ' થી ફેમસ થઇ હતી, આ સોંગને લાખો યૂઝરે શેર કર્યુ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાનૂનો જન્મ લગભગ 60 વર્ષ પહેલા એક ધનિક પરિવારમાં થયો હતો. દુર્ભાગ્યે તે તેના માતાપિતાથી અલગ થઈ ગઈ હતી. બાદમાં તેણે એક રસોઈયા સાથે લગ્ન કર્યા, જે બોલિવૂડ સ્ટાર ફિરોઝ ખાન સાથે કામ કરતો હતો. તે તેની સાથે પશ્ચિમ બંગાળથી મુંબઇ આવી ગઈ, પરંતુ ત્યારબાદ તેના કુટુંબમાં 'તકરાર' આવવા લાગી અને તે જ સમયે તેમનો જીવન જીવવાનો સંઘર્ષ વધી ગયો, પરંતુ રાનૂ આજના સમયમાં ઇન્ટરનેટ સ્ટાર બની ગઇ છે.

આ પણ વાંચો: હવે રાનૂ મંડલની દીકરીએ મા સાથે ગાયું ગીત, જુઓ VIDEOહવે રાનૂની સાથે દરેક કોઈને કામ કરવાની ઇચ્છા છે. સ્પૉટ બોયમાં છાપેલા રિપોર્ટ્સ અનુસાર રાનૂ મંડલની ટેલેન્ટથી રાખી ઇચ્છે છે કે રાનૂ તેનું સોંગ 'છપ્પન છુરી' કી રિમિક્સમાં તેમનો અવાજ આપે. રાખીએ રાનૂના વખાણ કર્યા. "તે આવી ઇન્ડસ્ટ્રીમાં જોડાવાવથી ખૂબ ખુશ છે, જે રાનૂ મંડલ જેવી પ્રતિભાશાળી લોકોની સહાયતા કરે છે અને તેનાથી આગળ વધવા માટે પણ મદદ કરે છે." રાનૂને ઇન્ડસ્ટ્રીમાં ચાર જગ્યાઓથી સપોર્ટ મળ્યો છે.

 
First published: September 11, 2019
વધુ વાંચો
अगली ख़बर