આ અભિનેત્રી પર લાગ્યો 2.5 કરોડની ઠગાઈનો આરોપ, મળ્યું કોર્ટનું સમન

અમિષા પટેલ (ફાઈલ ફોટો)

અમીષાએ પોતાના પ્રોડક્શન હાઉસની ફિલમ પર લગાવ્યા હતા, અને પ્રોફિટ સાથે આ પૈસાનું વ્યાજ આપવાની વાત કરી હતી.

 • Share this:
  બોલિવુડની ચર્ચિત અભિનેત્રી અમિશા પટેલ પર પ્રોડ્યૂસર અજય સિંહે હાલમાં જ અઢી કરોડની ઠગાઈનો આરોપ લગાવ્યો છે. પ્રોડ્યૂસરનો આરોપ છે કે, અમિષા પટેલ તેમને રાંચીમાં મળી હતી, અને તેમના પ્રોડક્શન હાઉસના પહેલા ફિલ્મી પ્રોજેક્ટ પર પ્રોડ્યૂસર પાસે અઢી કરોડ રૂપિયા લગાવ્યા હતા. પ્રોડ્યૂસરનો દાવો છે કે, આ પૈસા અમીષાએ પોતાના પ્રોડક્શન હાઉસની ફિલમ પર લગાવ્યા હતા, અને પ્રોફિટ સાથે આ પૈસાનું વ્યાજ આપવાની વાત કરી હતી.

  પરંતુ, જ્યારે નક્કી સમય પર પ્રોડ્યૂસરને અમીષા અને તેના પાર્ટનરે ચેક આપ્યો હતો તે ચેક બાઉન્સ થઈ ગયો. તો આ મામલે પ્રોડ્યૂસરે અમીષા પટેલ સાથે વાતચીત કરી તો અભિનેત્રીએ પૈસા પાછા આપવાની ના પાડી ડરાવવાનું અને ધમકાવવાનું શરૂ કરી દીધુ. પ્રોડ્યૂસરનો દાવો છે કે, ત્યારબાદ તેમણે કાયદાનો સહારો લઈ અમીષા પટેલને લિગલ નોટિસ મોકલી છે.

  હવે આ મામલે રાંચી કોર્ટે અમીષા પટેલને સમન મોકલી 8 જુલાઈએ રાંચી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, અજય સિંહ માહી ગિલ અને જિમી શેરગિલ સ્ટારર ટુંક સમયમાં રીલિઝ થવાવાળી ફિલ્મ 'ફેમિલી ઓફ ઠાકુર ગંજ'ના પ્રોડ્યૂસર છે.

  ફિલ્મની વાત કરીએ તો, સાહેબ બીવી અને ગેંગસ્ટર બાદ આ પ્રકારની આ બીજી ફિલ્મ 'ફેમિલી ઓફ ઠાકુરગંજ' સાથે જિમી શેરગિલ અને માહી ગિલ ફરીથી પોતાના એક્શન અવતારથી દર્શકોને ચોંકાવાવ માટે બિલકુલ તૈયાર છે. આ ફિલ્મના બે મિનીટના ટ્રેલરને ગુરૂવારે લોન્ચ કરવામાં આવ્યું. ટ્રેલરની શરૂઆતમાં જિમી ફોન પર કોઈને ધમકી આપતા જોવા મળી રહી છે.

  અભિનેતા સૌરક્ષ શુક્લાને ફિલ્મના ટ્રેલરમાં તલવાર તરીકે રજૂ કરવામાં આવ્યા છે, જ્યારે માહિને દમદાર કહેવામાં આવી. ફિલ્મના દમદાર સંવાદો અને માહીના લુકને જોઈ એવું જ લાગે ચે કે, 'ફેમિલી ઓફ ઠાકુર ગંજ'ની કહાની પણ કઈંક હદે સાહેબ બીબી અને ગેંગસ્ટર જેવી જ હશે. જ્યારે ટ્રેલરમાં સુપ્રિયા પિલગાંવકર અને નંદીશ સંધુ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.
  Published by:kiran mehta
  First published: