આલિયા માટે રણબીરે ઉતાર્યો શર્ટ, તો ફેન્સે કહ્યું - "Made For each other"

News18 Gujarati
Updated: December 16, 2019, 10:01 AM IST
આલિયા માટે રણબીરે ઉતાર્યો શર્ટ, તો ફેન્સે કહ્યું -
આલિયા ભટ્ટ અને રણબીર

આ તસવીરોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ડાન્સ નંબર શૂટ કરતા નજરે પડે છે.

  • Share this:
આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) ની બિગ બજેટ ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra) હવે જલ્દી જ રીલિઝ થશે. ત્યારે હાલ બંને વારાણસીમાં છે. જ્યાં તેમના ફિલ્મની શૂટિંગ ચાલુ છે. વારાણસીના રાજઘાટ પર શૂટિંગ કરતી વખતની તેમની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થઇ છે. જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ડાન્સ નંબર શૂટ કરતા નજરે પડે છે.

વાયરલ થઇ રહેલી તસવીરોમાં આલિયા ભટ્ટ વ્હાઇટ ટોપ અને રેડ શ્રગ તથા બ્લૂ જીન્સમાં નજરે પડે છે. ત્યાં જ રણબીરે મિલિટ્રી પ્રિન્ટ શર્મ અને જીન્સમાં નજરે પડે છે. આ ગીતને રેમો ડીસૂઝાએ કોરિયોગ્રાફ કર્યું છે. અને તેનું શૂટિંગ વારાણસીના રાજઘાટમાં થઇ રહ્યું છે. આ ગીતના એક શોર્ટમાં રણબીર પોતાની શર્ટ ઉતારતા નજરે પડે છે. કેમેરા સામે શર્ટ ઉતારતા રણબીરની આ તસવીરો હાલ સમાચારોમાં ચર્ચાનો વિષય બની છે.

અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર-આલિયા ભટ્ટ સિવાય મહાનાયક અમિતાભ બચ્ચન પણ નજરે પડી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ હાલ વારાણસીમાં થઇ રહ્યું છે. જાણવા મળ્યું છે કે વારાણસીમાં શુક્રવારે થયેલા ભારે વરસાદના કારણે ફિલ્મનું શૂટિંગ રોકવું પડ્યું હતું. અને વરસાદ રોકાતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બનારસની ગલીઓથી પસાર થઇને ગુલેરિયા ઘાટ પહોંચ્યા હતા. અને ગીતને શૂટિંગ કરી હતી. સુત્રોથી માહિતી મુજબ વારાણસીમાં આ ફિલ્મનું શૂટિંગ 1 સપ્તાહ સુધી થશે.

અમિતાભ બચ્ચન સિવાય આ ફિલ્મમાં મોની રોય, નાગાર્જૂન, ડિંપલ કાપડિયા, પ્રતીક બબ્બર પણ નજરે પડશે. મોની રોય બ્રહ્માસ્ત્રમાં વિલેનના રોલ ભજવશે. આ ફિલ્મ ત્રણ ભાગમાં બનાવાઇ રહી છે. અને તેને કરણ જોહર પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મ 2020 સુધી રીલિઝ થશે.
First published: December 16, 2019, 9:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading