રણબીર કપૂર અને આલિયા ભટ્ટના આ વર્ષે ડિસેમ્બરમાં marriage, ઈટાલીમાં કરશે લગ્ન!

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર

અભિનેત્રી કેટરીના કૈફ (Katrina Kaif)અને વિકી કૌશલ (Vicky Kaushal)ના લગ્નની ચર્ચાઓ વચ્ચે બી-ટાઉનના હિટ કપલ આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor)ના લગ્નના સમાચારે ફરી એકવાર જોર પકડ્યું

 • Share this:
  'વેડિંગ ધ સિઝન' શરૂ થઈ ગઈ છે. લગ્નની આ સિઝન શરૂ થતાની સાથે જ બોલિવૂડના લવ બર્ડ્સને લઈને ભારે ચર્ચા જાગી છે. બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ (Katrina Kaif)અને વિકી કૌશલ (Vicky Kaushal)ના લગ્નની ચર્ચાઓ વચ્ચે બી-ટાઉનના હિટ કપલ આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor)ના લગ્નના સમાચારે ફરી એકવાર જોર પકડ્યું છે. બંનેના લગ્નને લઈને આવા સમાચાર સામે આવી રહ્યા છે, જે જાણ્યા પછી બંનેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ જશે. આલિયા-રણબીરના લગ્ન ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યા છે.

  નીતુ કપૂર ટૂંક સમયમાં આલિયા ભટ્ટને પોતાના ઘરે દુલ્હન તરીકે લાવવા જઈ રહી છે. આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ગયા વર્ષે પણ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નના સમાચાર આવ્યા હતા, પરંતુ એવું માનવામાં આવી રહ્યું હતું કે, કોરોનાને કારણે તેઓએ આ નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. હવે અહેવાલ છે કે, આ કપલ પણ કેટરિના કૈફ અને વિકી કૌશલની જેમ આ વર્ષે ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે.

  'એનિમલ'નું શૂટિંગ મુલતવી રાખ્યું

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા અને રણબીર લાંબી રાહ જોયા બાદ આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, એવા અહેવાલો છે કે 'બ્રહ્માસ્ત્ર' પછી રણબીર કપૂર તેની આગામી ફિલ્મ 'એનિમલ'નું શૂટિંગ શરૂ કરવાનો હતો. પરંતુ તેઓએ તેનું શેડ્યૂલ જાન્યુઆરી 2022 સુધી મુલતવી રાખ્યું છે. આ ફિલ્મમાં રણબીરની સાથે પરિણીતી ચોપરા, અનિલ કપૂર, બોબી દેઓલ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

  આલિયા ભટ્ટ નવા વર્ષ પછી કંઈક નવું કામ કરશે

  તો, આલિયા ભટ્ટ વિશે એવા અહેવાલો છે કે તે પણ ઓક્ટોબર સુધીમાં તેના તમામ અસાઇનમેન્ટ્સ પૂર્ણ કરશે અને નવેમ્બરથી જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધી પોતાને ફ્રી રાખવા જઈ રહી છે.

  અનુષ્કા-વિરાટની જેમ લગ્ન કરશે

  એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આલિયા-રણબીર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની જેમ ઇટાલીમાં લગ્ન કરશે. આલિયા-રણબીરના લગ્નમાં બહુ ઓછા લોકો હાજરી આપશે. તેમાં બંને પરિવારના કેટલાક લોકો અને કેટલાક ખાસ મિત્રોના નામ સામેલ છે.

  આ પણ વાંચોAnuradha Paudwal B'day: એક સમયે લતા મંગેશકર માટે બની ગઈ હતી ચેલેન્જ, એક નિર્ણયથી બદલાયુ કરિયર

  વિકી-કેટરિનાએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી

  તો, વિકી કૌશલ અને કેટરિના કૈફની સગાઈ પછી, લગ્નના સમાચાર છે કે બંને ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, બંનેના લગ્નના ડ્રેસ ડિઝાઈન કરી રહ્યા છે. આ બંને હાલમાં કાપડની પસંદગી કરી રહ્યા છે. કેટરીનાએ તેના આઉટફિટ માટે રો સિલ્ક નંબર પસંદ કર્યો છે, જે એક લહેંગો હશે. લગ્ન નવેમ્બર-ડિસેમ્બરમાં થશે. જો કે અત્યાર સુધી બંને આ મામલે મૌન છે.
  Published by:kiran mehta
  First published: