મુંબઈ. બોલિવૂડ (Bollywood) એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) કોરોના પોઝિટિવ (Covid Positive) થઈ ગયો છે. આ વાતની જાણકારી તેની માતા નીતૂ કપૂર (Neetu Kapoor) એ ઇન્સ્ટાગ્રામ પર આપી છે. મૂળે, સતત એવા અહેવાલો વી રહ્યા હતા કે માતા નીતૂ બાદ રણબીર પણ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થઈ ગયો છે. જોકે એ વાતની પુષ્ટિ નહોતી થઈ હતી, પરંતુ હવે નીતૂ કપૂરે આ અહેવાલની પુષ્ટિ કરી દીધી છે. નીતૂએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે રણબીરને કોરોના થઈ ગયો છે અને તે હાલ દવાઓ લઈ રહ્યો છે.
નીતૂ કપૂરે પોતાની પોસ્ટમાં લખ્યું કે, આપ સૌની દુઆઓ અને ચિંતા કરવા માટે આભાર. રણબીર કોરોના પોઝિટિવ થઈ ગયો છે. તે હાલ મેડિકેશન પર છે અને સાજો થઈ રહ્યો છે. તે ઘરે જ ક્વૉરન્ટીન થઈ ગયો છે અને તમામ તકદારીઓ રાખવામાં આવી રહી છે.
રણબીરની બીમારીના અહેવાલો સામે આવ્યા બાદ તેના કાકા રણધીર કપૂર (Randhir Kapoor)એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, રણબીરની તબિયત ઠીક નથી, પરંતુ એ જાણવા નથી મળ્યું કે તેને કોરોના સંક્રમણ છે કે નહીં. રણધીર કપૂરે વધુમાં કહ્યું કે, હું હાલમાં શહેરથી બહાર છું.
Actor Ranbir Kapoor (in file photo) tests positive for COVID-19, says his mother Neetu Kapoor pic.twitter.com/zgjSH89LXA
રણબીરને કોરોના થયો હોવાની પુષ્ટિ થયા બાદ પ્રશંસકોની ચિંતા આલિયા ભટ્ટ (Alia Bhatt) અને અયાન મુખર્જી (Ayan Mukerji) માટે વધી ગઈ છે. કારણ કે હાલમાં જ આલિયા-અયાન બંનેને બ્રહ્માસ્ત્રના સેટ પર રણબીરની સાથે જોવા મળ્યા હતા, જ્યાં તેઓએ દેવી કાલીના આશીષ પણ લીધા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક સાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ અગત્યની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યો છે અને તેને ત્રણ પાર્ટમાં બનાવવાની વાત કહેવામાં આવી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર