Home /News /entertainment /Happy Birthday: રણબીર કપૂરની એ 3 તસવીરો, જે લીક થતા થયો હતો હોબાળો
Happy Birthday: રણબીર કપૂરની એ 3 તસવીરો, જે લીક થતા થયો હતો હોબાળો
આ તસવીર બંનેના કોઈ વેકેશનની કહેવામાં આવી રહી છે, જે કોઈએ સંતાઈને લઈ લીધી હતી. પણ તેમણે તેની પર કોઈ રિઍક્શન નહોતું આપ્યું. આ તસવીર સામે આવતા જ ઈન્ટરનેટ પર જબરદસ્ત હોબાળો જોવા મળ્યો હતો.
આ તસવીર બંનેના કોઈ વેકેશનની કહેવામાં આવી રહી છે, જે કોઈએ સંતાઈને લઈ લીધી હતી. પણ તેમણે તેની પર કોઈ રિઍક્શન નહોતું આપ્યું. આ તસવીર સામે આવતા જ ઈન્ટરનેટ પર જબરદસ્ત હોબાળો જોવા મળ્યો હતો.
બૉલીવૂડના ચૉકલેટી હીરો રણબીર કપૂરનો આજે 37મો જન્મ દિવસ છે. તેમણે પોતાના ફિલ્મ કરિયરની શરૂઆત 2007માં ફિલ્મ સાંવરિયાથી કરી હતી. પહેલી ફિલ્મ તો ફ્લોપ રહી પરંતુ રણબીર કપૂરે આગળ પોતાના ફિલ્મી કરિયરમાં એકથી એક ઉત્તમ ફિલ્મો આપી છે. આ ફિલ્મો માટે રણબીર કપૂરને વખાણ અને ઘણાં અવૉર્ડ પણ ઘણાં મળ્યા. પરંતુ રણબીર કપૂર એ હીરોમાંથી છે, જેને લઈને કોન્ટ્રોવર્સી પણ ઓછી નથી. રણબીર કપૂર ઘણી વખત કોઈને કોઈ કારણોથી વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે.
આજે રણબીર કપૂરના જન્મદિવસના અવસરે આપને એવી 3 તસ્વીરો બતાવીએ જે સામે આવતા જ હોબાળો થઈ ગયો હતો.
રણબીર કપૂર અને કેટરીના કૈફ વિષે એક વખત એવી ખબરો ઉડી હતી કે બંને એકબીજાને સીક્રેટલી ડેટ કરે છે. કરીના કપૂરે પણ કૉફી વિથ કરણના એક ઍપિસોડમાં આ સંબંધની હીન્ટ આપી હતી. પરંતુ તે બંનેએ ક્યારેય આ વાત કબૂલ ન કર્યો. રિલેશનશિપથી લઈને બ્રેકઅપ ની ખબરો સુધી બંનેની આ તસવીરે ઘણો હોબાળો કર્યો. આ તસવીર બંનેના કોઈ વેકેશનની કહેવામાં આવી રહી છે, જે કોઈએ સંતાઈને લઈ લીધી હતી. પણ તેમણે તેની પર કોઈ રિઍક્શન નહોતું આપ્યું. આ તસવીર સામે આવતા જ ઈન્ટરનેટ પર જબરદસ્ત હોબાળો જોવા મળ્યો હતો.
ત્યાં જ રણબીર કપૂર અને પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનની એ તસવીર તો તમને યાદ જ હશે. જેને સામે આવતા જ ઘણી આલોચના સહન કરવી પડી. હા, પણ તેનો માહિરા ખાને લોકને મોંતોડ જવાબ આપ્યો હતો. આ તસવીર ન્યૂયૉર્કની એક રેસ્ટોરાંની બહારની કહેવાઈ રહી છે.
ત્યાં જ આ તસ્વીર ત્યારે વાયરલ થઈ હતી જ્યારે રણબીર કપૂર 'સંજૂ'ની શટિંગ કરી રહ્યા હતા. આ તસ્વીર માટે કોઈ વિવાદ તે નહોતો થયો પણ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે રણબીર કપૂર એકદમ સંજય દત્ત જેવો જ દેખાઈ રહ્યો હતો. તેમજ બૉડી પૉશ્ચર પણ સંજૂ બાબાની જેમ જ હતું.