Home /News /entertainment /આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરીની પહેલી તસવીર થઈ વાયરલ, શું તમે જોઈ ?

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરીની પહેલી તસવીર થઈ વાયરલ, શું તમે જોઈ ?

ફોટો : @aliaabhatt ઇન્સ્ટાગ્રામ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ઘરે એક નાના મહેમાનનું આગમવ થયું છે. એવામાં હાલ સોશિયલ મીડિયા પર આલિયા-રણબીરની દીકરીનો દાવો કરતી એક તસવીર વાયરલ થઈ રહી છે.

    મુંબઈઃ બોલિવૂડ કપલ રણબીર અને આલિયાના ઘરે નાના મહેમાનનું આગમન થયું છે. આલિયા અને રણબીર થોડા દિવસ પહેલા જ માતા-પિતા બન્યા છે. માતા બનતાની સાથે જ આલિયા અને રણબીરના પરિવારના લોકો કપૂર પરિવારના આ ખાસ મહેમાનને મળવા માટે પહોંચી ગયા હતાં. પહેલીવાર દાદી બનેલી નીતૂ કપૂરે જણાવ્યુ કે તેની દીકરી ખૂબ જ સુંદર છે. એવામાં હવે ઈન્ટરનેટ પર આલિયાની દીકરીની તસવીર સામે આવી છે.

    એક ફેનપેજ દ્વારા આલિયા ભટ્ટની એક ન્યૂબોર્ન બેબી સાથેની તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં આલિયા હોસ્પિટલમાં જોવા મળી રહી છે. ઘણા લોકો આ તસવીરમાં રહેલા બાળકને જ આલિયા-રણબીરની દીકરી જણાવી રહ્યા છે. જોકે, તમને જણાવી દઈએ કે આ ફોટોશોપથી બનાવેલી તસવીર છે. એટલે કે ઉત્સાહિત ફેન્સે જાતે જ આલિયા-રણબીરની દીકરીની તસવીર બનાવી દીધી છે. પહેલી તસવીરનો દાવો કરીને વાયરલ થતી આ તસવીરને કોમેડિયન ભારતી સિંહના ફેનપેજથી શેર કરવામાં આવી છે.

    આ પણ વાંચોઃ બચ્ચન નહીં આ છે બોલિવૂડના 'Big-B'ની અસલી અટક, આ કારણે પિતાએ અપનાવ્યુ નવું ઉપનામ



    એક ફેનપેજે તો રણબીર અને આલિયાની દીકરી કેવી દેખાશે તેનો અંદાજો લગાવતી પણ તસવીર શેર કરી છે. અમુક લોકોનું માનવું છે કે આલિયા-રણબીરની દીકરી તેની ફોઈ કરીના કપૂર જેવી દેખાય છે.

    આ પણ વાંચોઃ 'હેરી પોટર'માં સૉર્ટિંગ હૅટને પોતાનો અવાજ આપનાર હાસ્ય અભિનેતા લેસ્લી ફિલિપ્સનું થયું નિધન



    તમને જણાવી દઈએ કે, રણબીર અને આલિયા 2 દિવસ પહેલા માતા-પિતા બન્યા છે. રણબીર કપૂરે જ્યારે પહેલી વાર દીકરીને ખોળામાં લીધી તો પોતાના આંસુ રોકી નહતો શકતો. તેમજ દાદી નીતૂ કપૂરને જ્યારે પુછવામાં આવ્યુ કે, દીકરી કોના જેવી દેખાય છે.

    ત્યારે, તેમણે કહ્યુ કે 'હજુ તો તે ખૂબ જ નાની છે, અત્યારે કેવી રીતે ખબર પડશે.'
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Alia Bhatt, Entertainment news, Ranbir Kapoor, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन