લૉકડાઉનની વચ્ચે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યા છે રણબીર અને આલિયા! વીડિયો વાયરલ થતાં પોલ ખુલી ગઈ

News18 Gujarati
Updated: March 29, 2020, 8:31 AM IST
લૉકડાઉનની વચ્ચે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યા છે રણબીર અને આલિયા! વીડિયો વાયરલ થતાં પોલ ખુલી ગઈ
સોશિયલ મીડિયા પર રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે

સોશિયલ મીડિયા પર રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે

  • Share this:
મુંબઈઃ લૉકડાઉન (Lockdown) જે કરોડો લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે, બીજી તરફ કેટલાક લોકો પોતાના પર્ટનરની સાથે સારો સમય પસાર કરી રહ્યા છે. કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને આજ કારણ છે કે દરેક વ્યક્તિ ઘરમાં રહેવા મજબૂર છે. લોકો એક બીજા સાથે માત્ર ફોનથી જોડાયેલા છે. એવામાં બોલિવૂડ સેલેબ્સ (Bollywood Celebs) ઘરે પરિવારની સાથે છે અને ઘરના કામોમાં લાગેલા છે. સોશિયલ મીડિયા (Social Media) પર આવા વીડિયોની ભરમાર છે. જ્યાં કોઈ ઘરની સફાઈ કરી રહ્યું છે તો કોઈ ઘરમાં શકાભાજી સમારી રહ્યું છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)  સાથે જોવા મળી રહ્યા છે.

ક્વારનટીન પીરિયડમાં બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ થઈ ગયા છે. લૉકડાઉનની વચ્ચે રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો જે વીડિયો વાયરલ (viral Video) થઈ રહ્યો છે, તેને જોયા બાદ એવું લાગે છે કે બંને એક-બીજાની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યા છે. વીડિયોમાં બંને સાથે ચાલતા જોવા મળી રહ્યા છે. તેની સાથે જ રણબીર કપૂરનો ડૉગ પણ જોવા મળી રહ્યો છે. વીડિયો પર યૂઝર્સ અનેક પ્રકારના કોમેન્ટ્સ કરી રહ્યા છે. રણબીર અને આલિયાના વીડિયોને ખૂબ જોવામાં આવી રહ્યો છે.
 View this post on Instagram
 

#aliabhatt #ranbirkapoor snapped at their apartment compound with their doggie Lionel ❤ #viralbhayani @viralbhayani


A post shared by Viral Bhayani (@viralbhayani) on Mar 28, 2020 at 7:19am PDT


હાલમાં જ એવા સમાચાર આવી રહ્યા હતા કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના સંબંધોમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. પરંતુ આલિયાએ એક ફોટો શેર કરીને બ્રેકએપના ફેક સમાચારો પર જડબાતોડ જવાબ આપ્યો હતો. ફોટોમાં માત્ર આલિયા જ દેખાઈ રહી છે પરંતુ આ ફોટોની સાથે કેપ્શન ખૂબ ખાસ હતું.

આ પણ વાંચો, Google પર ભૂલથી પણ Search ન કરતાં કોરોનાથી જોડાયેલી આ 5 વાતો, મુશ્કેલીમાં મૂકાશો

આલિયાએ આ સુંદર ફોટોને શૅર કરીને લખ્યું હતું કે, ઘરે રહો અને સૂરજનો આથમતો જુઓ, #stayhomestaysafe P.S.- આ ફોટોની ક્રેડિટ જાય છે મારી ઓલ ટાઇમ ફેવરિટ ફોટોગ્રાફર RKને. જો તમે નહીં સમજ્યા તો જણાવી દઉએ કે RK રણબીર કપૂરના નામનું શોર્ટ ફોર્મ છે. ખાસ વાત એ પણ છે કે આ તસવીરના કેપ્શનમાં આલિયાએ RKની સોથ એક દિલની ઇમોજી પણ બનાવી છે.

નોંધનીય છે કે, આલિયા અને રણબીર બંને જ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે કામ કરી રહ્યા છે. આ બંનેની સાથે પહેલી ફિલ્મ છે. ફિલ્મનું ડાયરેક્શન અયાન મુખર્જી કરી રહ્યા છે. આ ફિલ્મમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.

આ પણ વાંચો, કોરોનાથી સંક્રમિત વ્યક્તિના નજીકના લોકોનું સરકાર કૉન્ટેક્ટ ટ્રેસિંગ કેમ કરે છે?
First published: March 29, 2020, 8:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading