રણબીર આલિયાના લગ્ન માટે ઋષિ કપૂર-નીતૂ કરી રહ્યા છે આ મોટી તૈયારી

રણબીર આલિયાના લગ્ન માટે ઋષિ કપૂર-નીતૂ કરી રહ્યા છે આ મોટી તૈયારી
વળી ચર્ચા તો તેવી પણ હતી કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પર વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા. તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્રના રીલિઝ પછી બંનેનો પરિવારજનોએ લગ્ન કરવાનું ભવ્ય પ્લાનિંગ કરી રાખ્યું હતું. પણ હવે કોરોના કારણે તે લોકોએ પણ હાલ પૂરતી તૈયારીઓ સ્થગિત કરી છે.

લગ્ન માટે ઋષિ કપૂર અને નીતૂ કપૂર ઘરમાં એક ખાસ પૂજા કરાવવા માંગે છે.

 • Share this:
  વેડિંગ સીઝન આવી ગઇ છે અને 2020માં મોસ્ટ અવેટેડ લગ્નમાંથી એક માનવામાં આવી રહ્યા છે રણબીર આલિયાના લગ્ન. મનાય છે કે 2020ની શરૂઆતમાં જ આલિયા અને રણબીર લગ્ન કરી લેશે (Alia Bhatt Ranbir Kapoor Wedding). અને આ માટે હવે રણબીરના પરિવારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેમ લાગે છે. આખરે બે મોટા સુપરસ્ટાર્સના લગ્ન છે. જો કે આ બંનેના ફેન્સ તો આમ પણ લાંબા સમયથી આ શુભ સમાચાર સાંભળવા માટે થનગની રહ્યા હતા. ત્યારે રણબીર આલિયાના લગ્નને લઇને કેટલીક ખબરો બહાર આવી છે.

  લગ્ન માટે ઋષિ કપૂર અને નીતૂ કપૂર ઘરમાં એક ખાસ પૂજા કરાવવા માંગે છે. સ્પોર્ટબોય મુજબ ઋષિ કપૂર અને નીતૂ કપૂરની કૃષ્ણરાજ પ્રોપર્ટીના એક ભાગને તે હાલ નિર્માણ કરાવવા માંગે છે. જેથી ત્યાં રણબીર અને આલિયા ભટ્ટના લગ્નની પૂજાનું આયોજન કરી શકાય. નીતૂના આર્કિટેકે કહ્યું કે તે વિંટર 2020 સુધી બેસમેન્ટમાં નિર્માણ પૂરી કરી લેશે. જેથી કૃષ્ણરાજની પ્રોપર્ટી પર જ આલિયા રણબીરના લગ્નની પૂજા થઇ શકે.  આ સલાહ કપૂર પરિવારના ગુરુજીએ આપી. નીતુ કપૂર આ ગુરુજીની દરેક વાત માને છે. અને 1980માં ઋષિ અને નીતુએ પાલી હિલ પર કૃષ્ણરાજ બંગલો ખરીદ્યો હતો. જેમાં તે પરિવાર સાથે ગત 35 વર્ષોથી રહે છે. કપૂર ફેમલી આ બંગલાને હટાવીને અહીં 15 માળની બિલ્ડિંગ બનાવવા માંગે છે. જે માટે તેણે BMCથી પરમિશન પણ માંગી છે. અને અહીં જ આલિયા રણવીરના લગ્નની પૂજા થશે.

  ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી રણબીર આલિયાના લગ્નને લઇને ચર્ચાઓ ચાલી રહી હતી. તેમના લગ્નના ફેક કાર્ડ પણ બજારમાં આવી ચૂક્યા છે. જો કે બંનેની ફેમિલિએ કદી પણ ખૂલીને આ વાતે સ્પષ્ટતા નથી આપી. પણ મનાય છે કે 2020 સુધીમાં તે લગ્ન કરી લેશે.
  Published by:Chaitali Shukla
  First published:December 30, 2019, 14:57 pm

  टॉप स्टोरीज