શૂટિંગ પહેલા ‘રામાયણ’ના ‘લક્ષ્મણ’ને ભડકાવતા હતા રામાનંદ સાગર, આ છે તેની પાછળનું કારણ

પણ વિભીષણ આ વાતની જાણકારી શ્રી રામ અને લક્ષ્મણ કરે છે. અને તે પછી લક્ષ્મણ પોતાની સાથે સાથે મેધનાથના યજ્ઞમાં બાધા નાંખે છે. જેથી ક્રોધિત થઇ મેધનમાથ તેમની પર માયાવી બાણનો પ્રયોગ કરે છે. પણ તે સફળ ન જતા તે ગાયબ થઇ જાય છે.

રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવનારા સુનીલ લહરીને પોતાના પાત્રમાં ગુસ્સો લાવવા રામાનંદ સાગરે અપનાવી હતી આ યુક્તિ

 • Share this:
  મુંબઈઃ દૂરદર્શન (Doordarshan)ના કારણે 90ના દશકની પ્રસિદ્ધ ટીવી સીરિયલ રામાયણ (Ramayan) રી-ટેલીકાસ્ટ કરવામાં આવી રહી છે. લોકો આજે પણ આ સીરિયલને એટલા જ ઉત્સાહની સાથે જોઈ રહ્યા છે જેટલો તે સમયે જોવા મળતો હતો. રામાયણમાં પાત્ર ભજવનારા તમામ કલાકાર હંમેશા માટે જીવંત થઈ ગયા છે અને ફરી તે રામના રૂપમાં અરૂણ ગોવિલ (Arun Govil) હોય કે સીતાના પાત્રમાં દીપિકા, લક્ષ્મણ (Lakshman)નું પાત્ર ભજવી રહેલા સુનીલ લહરી (Sunil Lahiri) હોય કે પછી હનુમાનનું પાત્ર ભજવનારા દારાસિંહ કેમ ન હોય!

  આ સીરિયલ બાદ તેના તમામ પાત્રોને દેશના લોકો ભગવાનનું રૂપ માનવા લાગ્યા હતા અને લોકો તેમને પગે લાગીને આશીર્વાદ લેતા અને સન્માન આપતા હતા. રામાયણ ફરી પ્રસારિત થવાથી તેની ઘણી સાઇટ સ્ટોરી પણ સામે આવી રહી છે. હવે આવો જે એક કિસ્સો સામે આવ્યો છે કે તેના ડાયરેક્ટર રામાનંદ સાગર લક્ષ્મણના રોલને યોગ્ય રીતે નિભાવવા માટે સુનીલ લહરીને શૂટિંગ પહેલા ગુસ્સે કરતા હતા.

  સુનીલ લહરીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, રામાનંદજી પોતાના કામને ખૂબ પ્રેમ કરતા હતા કે તેમને લંચ કે ડિનરનું પણ ધ્યાન રહેતું નહોતું. પરંતુ મારી સાથે એવું હતું કે હું ટાઇમ પર જ ભોજન લેતો તેથી જ્યારે લંચ કે ડિનર માટે મારે મોડું થઈ જાય તો હું ઘણો ગુસ્સામાં આવી જતો હતો અને તેઓ મારા આ ગુસ્સાને મારા પાત્ર માટે ઉપયોગ કરતા હતા.

  લક્ષ્મણનું પાત્ર ભજવનારા સુનીલ લહરી (ફાઇલ તસવીર)


  આ પણ વાંચો, ગર્લફ્રેન્ડને મળવા તોડ્યું લૉકડાઉન, પકડાયો તો કહ્યું- ‘તેની બહુ યાદ આવતી હતી’

  સુનીલે જણાવ્યું કે, તેઓ મને દરેક શૂટિંગ પહેલા જાણી જોઈને ગુસ્સો અપાવતા અને પછી રોલ પ્લે કરવાનું કહતા. તેઓએ કહ્યું કે લક્ષ્મણનું પાત્ર એટલું હિટ હોવાનું આ એક મહત્ત્વનું કારણ હતું. નોંધનીય છે કે, રામાયણમાં લક્ષ્મણનો રોલ પહેલા સંજય જોગને આપવામાં આવ્યો હતો પરંતુ તેઓ પોતાના અંગત કારણોથી શૉને વધુ સમય નહોતા આપી શકતા તેથી તેઓને ભરતનું પાત્ર આપવામાં આવ્યું હતું.

  આ પણ વાંચો, ‘મેક્સિકન લાડી ને દેશી વર’, Lockdownમાં રાત્રે 8 વાગ્યે સ્પેશલ કોર્ટ ખોલાવી કરાવ્યા લગ્ન
  Published by:Mrunal Bhojak
  First published: