લૉકડાઉનમાં રામગોપાલ વર્માએ તૈયારી કરી ફિલ્મ ‘કોરોના વાયરસ’, ટ્રેલર રિલીઝ

News18 Gujarati
Updated: May 27, 2020, 8:19 AM IST
લૉકડાઉનમાં રામગોપાલ વર્માએ તૈયારી કરી ફિલ્મ ‘કોરોના વાયરસ’, ટ્રેલર રિલીઝ
જ્યાં એક તરફ સિનેમાઘરમાં ફિલ્મો દેખવાનો એક્સપીરિયન્સ ખૂબ જ ગ્રાન્ડ હતો, જેમાં મોટી સ્ક્રીન, ડાર્ક રૂમ, દમદાર અવાજ ત્યાં જ બીજી તરફ ડિજિટલ પ્લેટફોર્મના પણ પોતાના કેટલાક ફાયદા છે. અહીં દર્શકો પોતાના કંફર્ટ ટાઇમ ઝોનમાં પોતાની મનપસંદ ફિલ્મ જોઇ શકે છે. પણ હા ફોન પર ફિલ્મ જોવાથી તેના વિચ્યુઅલ એક્સપીરીયન્સ પર ખરાબ અસર જરૂરથી પડે છે.

હું સાબિત કરવા માંગું છું કે કોઈ આપનું કામ ન રોકી શકે, ન તો ભગવાન અને ન તો કોરોનાઃ રામગોપાલ વર્મા

  • Share this:
મુંબઈઃ કોરોના વાયરસ (Coronavirus)એ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. આ મહામારીથી લોકોને બચાવવા માટે સમગ્ર દેશમાં 23 માર્ચથી લૉકડાઉન લાગુ છે, જે 31 મે સુધી ચાલશે. સરકાર વારંવાર સોશિયલ ડિસ્ટન્સિંગ પર ધ્યાન રાખવા માટે ભાર મૂકી રહી છે. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે અક્ષય કુમારે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાન રાખીને શૂટિંગ શરૂ કર્યું. બીજી તરફ આ મહામારી પર ડાયરેક્ટર રામગોપાલ વર્મા (Ram Gopal Varma)એ પણ એક ફિલ્મ તૈયાર કરી છે, જેનું નામ છે ‘કોરોના વાયરસ’ (Coronavirus). તેઓએ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે.

મહામારીના આ સમયમાં ફિલ્મમેકર્સ અને આર્ટિસ્ટ્સ પોતાની ક્રિએટિવિટીનું પ્રદર્શન સતત કરી રહ્યા છે. કોઈ સોશિયલ મીડિયા પર લોકોના ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે તો કોઈ લોકોને Entertain કરવા માટે દરેક પ્રકારના વીડિયો બનાવીને અપલોડ કરી રહ્યા છે. ડાયરેક્ટર રામગોપાલ વર્મા કોરોના વાયરસ ફિલ્મની સાથે કોવિડ-19 પર પહેલી ફિલ્મ રીલિઝ માટે તૈયાર છે. તેઓએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શૅર કરી છે. તેની સાથે તેઓએ લખ્યું કે, આ લો કોરોના વાયરસ ફિલ્મનું ટ્રેલર. આ સ્ટોરીના બેકગ્રોપમાં લૉકડાઉન છે અને આ ફિલ્મ પણ લૉકડાઉનમાં શૂટ કરવામાં આવી છે. હું સાબિત કરવા માંગું છું કે કોઈ આપનું કામ ન રોકી શકે, ન તો ભગવાન અને ન તો કોરોના. આ એક તેલુગુ ફિલ્મ છે.

આ પણ વાંચો, કંગનાએ 40 કરોડમાં ખરીદી પોતાના પ્રોડક્શન હાઉસની ઓફિસ, જુઓ Unseen Inside Photos

ટ્રેલરમાં એક પરિવારની કહાની દર્શાવવામાં આવી છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે ન્યૂઝથી લઈને સોશિયલ મીડીયા સુધી, દરેક સ્થળે કોરોનાનો ડર છે. ફિલ્મમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ઘરમાં હાજર યુવતીને ઉધરસ આવે છે. ત્યારબાદથી પરિવાર વિચારમાં પડી જાય છે કે આ યુવતીને કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ કે નહીં. ડર અને અસમંજસની વચ્ચે ફિલ્મની વાર્તા આગળ વધે છે. ફિલ્મના ટ્રીટમેન્ટથી સ્પષ્ટ લાગે છે કે રામગોપાલ વર્માએ એક હોરર ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં રામગોપાલ વર્માની ટ્રેડમાર્ક સ્ટાઇલ જોઈ શકાય છે. આ ફિલ્મમાં શ્રીકાંત લીડ રોલમાં છે અને આ ફિલ્મને સીએમ ક્રિએશન્સએ પ્રોડ્યૂસ કરી છે.

આ પણ વાંચો, બીજી યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો પતિ, સાપ છૂટો મૂકી પત્નીની કરી હત્યા
First published: May 27, 2020, 8:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading