રાખી સાવંતે શેયર કર્યો પતિના ઘરનો વીડિયો, લોકોએ કહ્યું TikTok વીડિયો છે

News18 Gujarati
Updated: October 26, 2019, 9:49 AM IST
રાખી સાવંતે શેયર કર્યો પતિના ઘરનો વીડિયો, લોકોએ કહ્યું TikTok વીડિયો છે
રાખી સાવંત

રાખી સાવંતે એક વીડિયો શેર કરતા લખ્યું છે કે "આ મારું ઘર છે. અને મારા પતિના મનમાં હું એક રાજકુમારી છું."

  • Share this:
મુંબઇ : બૉલિવૂડ (Bollywood) ની ડ્રામા ક્વીન રાખી સાવંત (રાખી સાવંત) કેટલાક સમય પહેલા જ લગ્ન કર્યા હોવાની વાત ઉચ્ચારી હતી. અને બસ ત્યારથી જ યુઝર્સ આ લગ્નને ખોટા લગ્ન કહી રહ્યા છે. જો કે રાખી પોતાના આ લગ્નને સારા સાબિત કરવા માટે એક પછી એક વીડિયો મૂકી રહી છે. પણ તેમ છતાં તે દર વખતે પોતાની જ ચાલમાં ફસાઇ રહી હોય તેમ લાગે છે. તમને જણાવી દઇએ કે રાખી સાવંતનો દાવો છે કે તેનો પતિ એક એનઆરઆઇ છે. અને તેના પતિ પાસે બહુ પૈસો છે. તે અમેરિકામાં રહે છે. પણ આજ દિવસ સુધી રાખીએ તેના પતિનો ચહેરો શેર નથી કર્યો. ના જ કોઇએ રાખી સાવંતના પતિને હજી જોયો છે.

જો કે તેમ છતાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી રાખી સાવંત કંઇકને કંઇ તેવું શેર કરે છે. જેમાં તેના ભવ્ય ઘર અને રોમાન્ટિક પતિના સાબિતી તે આપી શકે. હાલમાં જ રાખી સાવંતે તેના ભવ્ય ઘરનો વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
 View this post on Instagram
 

My house 🏠I am a princess of my husband heart and my house


A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on


વીડિયો શેર કરતા જ રાખી સાવંતે લખ્યું છે કે આ મારું ઘર છે. અને મારા પતિના મનમાં હું એક રાજકુમારી છું. આ જે ઘરનો વીડિયો રાખીએ મૂક્યો છે. તે ખરેખરમાં ભવ્ય ઘર છે. જ્યાં સુંદર કાર્પેટ પાથરવામાં આવી છે. સેન્ડલની રેંક છે જ્યાં સુંદર સેન્ડલ દેખાઇ રહ્યા છે. સુંદર ડિઝાઇન વાળું કબાટ, મિરર છે. અને ત્યાંથી આગળ વધીને એક સુંદર બેડ, ટ્રેડમીલ અને તેની બહાર નેચર વ્યૂઇંગ બાલ્કની પણ દેખાય છે. જો કે આ વીડિયો જોયા પછી અનેક યુઝર્સ તેવી કમેન્ટ કરી રહ્યા છે કે આ ઘર ખોટું છે. એક યુઝર્સે કહ્યું કે આ એક હોટલનો રૂમ છે. તો બીજા યુઝર્સે કહ્યું છે કે દરેક વસ્તુની એક લીમિટ હોય, બહુ ફેકવાની જરૂર નથી. વળી કેટલાક યુઝર્સે તેમ પણ લખ્યું કે આ ટિકટોક વીડિયો છે.

સ્પૉર્ટબૉયની હિસાબે રાખી સાવંતનો પતિ રિતેશ જાણી જોઇને કેમેરાની સામે નથી આવી રહ્યા. જો કે રાખીનું કહેવું છે કે તેનો પતિ પોતાની ઓળખ ખાનગી રાખવા માંગે છે. અને જ્યારે રાખી પ્રેગન્ટ થઇ જશે અને તેમનું બાળક આવી જશે ત્યારે જ કેમેરા સામે આવશે.
First published: October 26, 2019, 9:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading