મુંબઈઃ બૉલિવૂડ (Bollywood)ની ડ્રામા ક્વીન તરીકે ઓળખાતી રાખી સાવંત (Rakhi Sawant) સમાચારોમાં રહેવા માટે કોઈને કોઈ બહાનું શોધતી રહે છે. તે પોતાના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ પર ખૂબ એક્ટિવ રહે છે અને અહીં અનેકવાર એવું શૅર કરી દે છે કે લોકો આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. હાલમાં જ ફરી એકવાર તેણે કંઈક આવું જ કર્યું. રાખીએ પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોના કારણે તે ટ્રોલ થવા લાગી છે. આ ફોટો તેનો અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan)ની સાથેની એક વીડિયો કૉલનો સ્ક્રીનશૉટ છે.
મૂળે, રાખીએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે. આ ફોટો એક વીડિયો કૉલનો સ્ક્રીનશૉટ હોય તેવું લાગી રહ્યું છે. આ તસવીરને જોતાં લાગી રહ્યું છે કે રાખી અને શાહરૂખ એકબીજા સાથે વાત કરી રહ્યા છે. આ ફોટોની સાથે કેપ્શનમાં રાખીએ લખ્યું કે, લોકોને ભગવાનના આશીર્વાદ પહોંચાડવામાં મદદ કરનારા શાહરૂખનો આભાર. તમે અઢળક પ્રેમ.
આ પણ વાંચો, એક્ટ્રસ ઘરમાં ચામાચીડિયાની જેમ ઊંધી લટકી, લોકોએ કરી કંઈક આવી કોમેન્ટ!
બીજી તરફ, રાખીનો આ ફોટો લોકોને ખાસ પસંદ નથી આવ્યો. કોઈએ આ ફોટોને બિલકુલ Fake ગણાવ્યો છે તો કોઈએ કહ્યું કે આ ટિકટૉકમાં ઉપલબ્ધ ઇફેક્ટની સાથે લેવામાં આવેલો સ્ક્રીનશૉટ છે. બીજી તરફ, રાખી આ ફોટોને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહી છે. જોકે, લોકોને આ ફોટોને ફેક ગણાવી રહ્યા છે અને તેણે કોઈ વળતો જવાબ આપ્યો નથી.
નોંધનીય છે કે, રાખી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હાલમાં કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં ઊભી થયેલી સ્થિતિને લઈ ખૂબ ચિંતામાં છે અને લોકોને સતર્ક રહેવાની સલાહ આપતો વીડિયો શૅર કરતી જોવા મળી છે. રાખીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર અનેક ફની ટિકટૉક વીડિયો પણ શૅર કર્યા છે.
આ પણ વાંચો, Four More Shots Pleaseનો એ ઇન્ટીમેટ સીન જેણે મચાવી દીધો હતો હાહાકાર!
Published by:News18 Gujarati
First published:April 19, 2020, 09:27 am