બાથટબમાં બેસી રાખી સાવંતે કહ્યું - હું હાલ લંડન છું, અહીંની ક્વીન મારી Fan છે!

News18 Gujarati
Updated: January 24, 2020, 11:54 AM IST
બાથટબમાં બેસી રાખી સાવંતે કહ્યું - હું હાલ લંડન છું, અહીંની ક્વીન મારી Fan છે!
રાખી સાવંત

"લંડનની ક્વીન મારી ફેન છે. મારું ઘર એરપોર્ટની બિલકુલ પાસે છે. પણ અહીં મારું મન નથી લાગતું."

  • Share this:
બાપ રે...વાતો કરતા તો કોઇ રાખી સાવંતથી શીખે. વિવાદીત નિવેદનો અને બોલ્ડ અંદાજની રાણી એવી રાખી સાવંત (Rakhi Sawant) અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાના કોઇને કોઇ નિવેદન કે સ્ટંટ કરીની ચર્ચામાં પોતાનું સ્થાન બનાવી જ લે છે. સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહેનારી રાખી અલગ અલગ રીતની પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ રાખીએ ઇન્સ્ટાગ્રામ (Rakhi Sawant Instragram) પર એક તેવો વીડિયો શેયર કર્યો જેનાથી તેના ફોલોવર્સના પણ હોશ ઉડી ગયા. આ વીડિયોમાં રાખી સાવંત બાથટમમાં આરામ ફરમાવી રહી છે.

રાખી સાવંત આ વીડિયો શેયર કરતા કહ્યું છે કે લંડનની ક્વીન મારી ફેન છે. હું બોલીવૂડમાં આવી રહી છું. આ વીડિયોમાં રાખી સાવંત કહ્યું કે હું હાલ યુકેમાં છું અને મે નક્કી કરી લીધું છે કે બોલીવૂડમાં આવું. મારું મન અહીં નથી લાગતું. મારી મમ્મીના ઓપરેશન માટે હું મુંબઇ આવી હતી. અહીં બધુ જ સરસ છે. લંડનની ક્વીન મારી ફેન છે. મારું ઘર એરપોર્ટની બિલકુલ પાસે છે. પણ અહીં મારું મન નથી લાગતું.

આ વીડિયોમાં રાખી દીપિકા પાદુકોણ, વિદ્યા બાલન, સલમાન ખાન, શાહરૂખ ખાન, રણવીર સિંહ, રણબીર કપૂર, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ અને કરણ જોહર જેવા સ્ટાર્સના નામ લેતા કહે છે કે આ લોકોના મને કોલ આવે છે. તે મને પાછી આવવા માટે કહી રહ્યા છે. આ વીડિયોમાં રાખીએ તેવું ફિલ્ટર મૂક્યું છે જેનાથી તેના વાળ અને લિપ્સિટક પિંક દેખાય. રાખીએ પોતાના નવા હેરકેટ અંગે કહ્યું કે હા મેં વાળ કપાવી દીધા છે હું વિગ પહેરીને થાકી ગઇ છું.
 
View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on


આ વીડિયોમાં રાખીએ કહ્યું કે અનેક લોકો ઇચ્છે છે કે હું મુંબઇ પાછી આવું. જુઓ ધક્કા મુક્કી કોઇ નહીં કરે બધાને ગાળો આપવાનો મોકો અપાશે. આમ પણ તમારી ગાળોથી મને કોઇ ફરક નથી પડતો. હું તો તેમ છતાં મુંબઇ અને બોલીવૂડમાં પાછી ફરીશ. રાખીના આ વીડિયોથી તેમના ફેલોવર્સ પણ આશ્ચર્યચકિત છે. જો કે રાખી આમ પણ અવાર નવાર અજીબો ગરીબ વીડિયો શેયર કરતી જ રહે છે.
First published: January 24, 2020
વધુ વાંચો
अगली ख़बर