News18 Exclusive : રીતેશને 'રાખી સાવંતનો પતિ' કહેવા સામે છે વાંધો, રાખીએ કર્યો ખુલાસો

News18 Gujarati
Updated: November 30, 2019, 6:02 PM IST
News18 Exclusive : રીતેશને 'રાખી સાવંતનો પતિ' કહેવા સામે છે વાંધો, રાખીએ કર્યો ખુલાસો
રાખી સાવંત

રાખી સાવંતે કહ્યું કે 'મારા પતિને સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ અને બદનામીનો ભાગ નથી બનવું'

  • Share this:
રાખી સાવંત (Rakhi sawant) ના લગ્ન જ્યારથી થયા છે ત્યારથી તેના પતિને લઇને સસ્પેન્સ આજદિવસ સુધી રહેલું છે. જો કે રાખી તેમના પતિ રિતેશ અને તેના લગ્ન વિષે ધણું કહી ચૂકી છે. પણ વિવાદની રાણી તેવી રાખીની આ વાત કેટલા ટકા સાચી કોઇને નથી ખબર. જો કે રાખીના બિઝનેસમેન પતિ રિતેશનો ચહેરા પર જે સસ્પેન્સ બન્યો હતો તે પર ન્યૂઝ 18 ડિઝિટલના ઇન્ટરવ્યૂમાં રાખી સાવંતે ખુદ એક રહસ્ય છતું કર્યું છે. રાખીએ કહ્યું કે તેમના પતિ રાખીના નામની ફેમસ થવા નથી ઇચ્છતા. આજ કારણ છે કે રાખી અને તેમના પતિને બિગ બોસના ઘરે આવવાનું આમંત્રણ પણ હતું જે તેણે ઠુકરાવ્યું છે.

રાખી સાવંતના પતિએ કહ્યું કે મારા પતિ સોશિયલ મીડિયા ટ્રોલિંગ અને બદનામીનો ભાગ બનવા નથી ઇચ્છતા. રાખી હાલ પોતાના ભાઇ રાકેશ સાવંત દ્વારા નિર્દેશિત કરેલી ફિલ્મ મુદ્દા 370 જે એન્ડ કેમાં એક પાકિસ્તાની યુવતીનો રોલ ભજવી રહી છે. આ ફિલ્મના પ્રમોશનમાં રાખી અને તેનો ભાઇ રાકેશ સાવંત સમેત ફિલ્મની પૂરી સ્ટારકાસ્ટ ન્યૂઝ 18 ડિઝિટલને ઇન્ટરવ્યૂ આપ્યો હતો.

આ ઇન્ટરવ્યૂમાં રાખીએ બિગ બોસથી જોડાયેલા એક સવાલ પર જવાબ આપતા કહ્યું કે મારી પાસે હાલ સમય નથી, સલમાન ખાને મને અને મારા પતિને આ શોમાં બોલાવ્યા હતા. પણ રાખીએ જણાવ્યું કે મારા પતિએ મને ના પાડી દીધી કે હું પબ્લિકમાં નથી આવવા ઇચ્છતો. કારણ કે તમારા લોકોની ખૂબ આલોચના થાય છે. રાખીને તો આમ પણ કેટલું ટ્રોલ કરવામાં આવે છે. અને હું નથી ઇચ્છતો કે મને કોઇ રાખી સાવંતનો પતિ કહે, મારી પોતાની ઓળખ છે'



રાખીએ જણાવ્યું કે તેમના ભાઇની ફિલ્મ મુદ્દા 370 જે એન્ડ કેના શૂટિંગના છેલ્લા દિવસે જ પતિ રિતેશે તેનને લગ્ન વિષે પુછ્યું હતું. જે પછી રાખીએ લગ્ન કરવાનો વિચાર કર્યો. ઉલ્લેખનીય છે કે ફિલ્મ મુદ્દા 370 જે એન્ડ કે માં એક્ટર હિતેન તેજવાન અને અંજલી પાંડે લીડ રોલમાં છે. નિર્દેશક રાકેશ સાવંતે કહ્યું કે આ ફિલ્મ જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દૂર કરવામાં આવી તે પહેલા બનાવવામાં આવી છે.
First published: November 30, 2019
વધુ વાંચો
अगली ख़बर