રાખી સાવંતે ભૂલથી શેર કરી દીધી પતિની તસવીર, હનીમૂનમાં જોવા મળી

News18 Gujarati
Updated: August 16, 2019, 2:27 PM IST
રાખી સાવંતે ભૂલથી શેર કરી દીધી પતિની તસવીર, હનીમૂનમાં જોવા મળી
મીડિયાથી દૂરી રાખવા પર રાખી સાવંતના પતિએ કહ્યું કે મારે મીડિયા સામે કેમ આવવું જોઇએ? મને તેનાથી શું મળશે? કોઇને કોઇ વિવાદ અકારણે બહાર આવશે. હું એક પ્રાઇવેટ વ્યક્તિ છું. અને મને કોઇ ફરક નથી પડતો કે લોકો મારા વિષે શું વિચારે છે. જેને જે વિચારવું હોય તે વિચારે. મારો પરિવાર અને હું રાખીથી ખૂબ જ ખુશ છીએ. જો કે સાથે જ તેમને જ્યારે પુછવામાં આવ્યું કે શું તે કદી મીડિયા સામે નહીં આવે? તો તેમણે કહ્યું કે તે જરૂરથી મીડિયા સામે આવશે પણ યોગ્ય સમય આવશે ત્યારે.

રાખી સાવંતે પહેલીવાર તેના પતિની તસવીર શેર કરી છે. તેણે આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડની ડ્રામા ક્વીન તરીકે જાણીતી રાખી સાવંત આ દિવસોમાં એક નવા નાટકને કારણે ચર્ચામાં છે. રાખી સાવંતે દુલ્હનના પહેરવેશમાં તેની કેટલીક તસવીરો શેર કર્યા પછી જાહેરાત કરી હતી કે તેણે લગ્ન કરી લીધાં છે. પરંતુ જ્યારે તેણીએ લગ્નની તસવીરમાં ક્યાંય પણ પતિનો ચહેરો ન બતાવ્યો. તેણે આજ સુધી પોતાના પતિને સંપૂર્ણપણે છુપાવીનો રાખ્યો છે. સોશિયલ મીડિયા પર અનેક લોકો રાખીના આ લગ્નને વિશ્વાસ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે તેઓએ તાજેતરમાં તેમને હનીમૂન તસવીરો શેર કરી ત્યારે રાખીની ભૂલથી તેમની હનીમૂનની તસવીર સામે આવી હતી.

ખરેખર રાખીએ આ તસવીરોમાં સનગ્લાશ પહેરી રાખ્યા છે. આ ચશ્મામાં તેના પતિ રાખીની તસવીરો લેતા જોવા મળે છે. જો તમે નીચે બતાવેલ તસવીર ઝૂમ કરો અને જોશો, તો તમને રાખીના ચશ્માંવાળી વ્યક્તિની ઇમેજ જોશો. જોકે આમાં તેના પતિનો ચહેરો દેખાતો નથી, પરંતુ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે રાખી ખરેખર પતિ સાથે હનીમૂન પર ગઈ છે. આ તસવીરો શેર કરતાં રાખીએ લખ્યું, 'મારા હનીમુન પિક્ચર્સ, મારા પતિ શ્રેષ્ઠ છે, હું તેને પ્રેમ કરું છું'.

આ પણ વાંચો: બાથરૂમમાં કોણ ખેંચી રહ્યું હતું રાખી સાવંતની તસવીરો?

આ તસવીરમાં રાખી સાવંતના પતિની ઝલક જોવા મળી.


પહેલા દરેક વ્યક્તિ રાખીને તેના પતિનો ફોટો બતાવવા વિનંતી કરી હતી. પણ લગ્ન પછી રાખીએ કોઈ તસવીર શેર કરી ન હતી, પરંતુ હવે લાગે છે કે રાખી ખરેખર પરણિત છે.

રાખી સાવંતે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેણે 28 જુલાઇએ જેડબ્લ્યુ મેરીયોટના એક રૂમમાં લગ્ન કર્યાં. પરંતુ એક ડરને કારણે તેણે લગ્ન કોઈને શેર કર્યા નહોતા. તેને ડર હતો કે તેને ફિલ્મોમાં કામ નહીં મળે.સમાચારો અનુસાર રાખીનો પતિ લંડનમાં રહે છે, પરંતુ રાખી કહે છે કે તે લગ્ન પછી પણ ભારતમાં જ રહેશે.
First published: August 16, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading