Rakhi Sawantનો ઇન્ટીમેટ વીડિયો વાયરલ, હીરોને કહ્યો 'ઠંડો'!

News18 Gujarati
Updated: January 17, 2020, 10:01 AM IST
Rakhi Sawantનો ઇન્ટીમેટ વીડિયો વાયરલ, હીરોને કહ્યો 'ઠંડો'!
રાખી સાવંત

વીડિયોમાં અનેક બોલ્ડ સીન આપતી રાખી સાવંત નજરે પડે છે.

  • Share this:
બોલિવૂડની ડ્રામા ક્વીન કહેવાતી રાખી સાવંત (Rakhi Sawant) એક વાર ફરી તેની બોલ્ડનેસના કારણે ચર્ચામાં છે. હાલમાં જ લગ્ન કરી ચર્ચાનું કેન્દ્ર બનનાર રાખી હાલમાં તેનો એક વીડિયો શેયર કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાખીનું કહેવું છે કે તેણે ફેમિલી અને ક્લોઝ મિત્રોની સામે પ્રાઇવેટ લગ્ન કર્યા છે. અને આજ દિવસ સુધી તેણે પોતાના પતિનો ચહેરો કોઇની સામે રજૂ નથી કર્યો. ત્યારે લગ્ન બાદ પણ રાખી સાવંત સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં તે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક બોલ્ડ વીડિયો શેયર કર્યો છે. જેમાં તે એક વ્યક્તિ સાથે ઇન્ટીમેટ થતી નજરે પડે છે.

રાખી સાવંતનો આ વીડિયો કોઇ ફિલ્મ કે મ્યુઝિક વીડિયોનો ભાગ લાગી રહ્યો છે. અને શૂટિંગ દરમિયાન લેવાયેલો વીડિયો લાગે છે. આ વીડિયો રાખીએ જ શેયર કર્યો છે. પણ તે અંગે વધુ કોઇ ડિટેલ નથી આપી. આ વીડિયોમાં હિરો કોણ છે તે અંગે પણ રાખીએ કોઇ સ્પષ્ટતા નથી આપી. પણ વીડિયો શેયર કરતી વખતે તેણે કેપ્શનમાં કહ્યું છે કે હિરો ખૂબ જ ઠંડો છે. આ વીડિયોમાં રાખી સાવંત લાલ રંગનો ડ્રેસ પહેરીને રણમાં રોમાન્ટિક ડાન્સ કરતી નજરે પડે છે. આ વીડિયોમાં અનેક બોલ્ડ સીન આપતી રાખી સાવંત નજરે પડે છે.




 



View this post on Instagram





 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on






વીડિયો જોઇને લાગે છે કે લગ્ન પછી કે ફાઇનલી કામ પર પાછી ફરી છે. વળી આવનારા સમયમાં તે જીટીવીની એક સિરીયલમાં પણ નજરે પડશે. તેમ લાગી રહ્યું છે. જેમાં તે ચુડેલનો રોલ ભજવશે. આ સિવાય બેંગકૉકમાં પોતાના સ્ટેજ શોનો વીડિયો પણ તેણે ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો છે. જેમાં તે આંખ મારે ગીત પર ડાન્સ કરતી નજરે પડે છે. રાખીએ હાલમાં કથિત રીતે જુલાઇમાં યૂકે બેસ્ડ રિતેશ નામના યુવક જોડે લગ્ન કર્યા હોય તેમ મનાય છે. સાથે જ રાખીનો જ દાવો છે કે તેનો પતિ એક મોટો બિઝનેસમેન છે. જો કે તેણે કદી નામ સિવાય તેના પતિની કોઇ પણ ઓળખ રજૂ નથી કરી. અને સમય આવે આ પર તે વધુ જાણકારી આપશે તેવી વાત રાખીએ કહી છે.
First published: January 17, 2020, 10:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading