Home /News /entertainment /Video: ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી રાખી સાવંત, એક્ટ્રેસની હાલત જોઈ યુઝર્સ બોલ્યા- 'આવું જોઈ નથી શકતાં...'

Video: ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી રાખી સાવંત, એક્ટ્રેસની હાલત જોઈ યુઝર્સ બોલ્યા- 'આવું જોઈ નથી શકતાં...'

ફાઇલ ફોટો

Rakhi Sawant Mother Died: એપ્રિલ 2021 માં, રાખી સાવંતની માતાએ તેના પિત્તાશયમાં એક ગાંઠ દૂર કરવા માટે સર્જરી કરાવી હતી, જે કેન્સરમાં ફેરવાઈ ગઈ હતી. આ અંગે ખુદ રાખી સાવંતે તેના ફેન્સને જાણકારી આપી હતી. ત્યારબાદ રાખીએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણી કહેતી હતી કે સલમાન ખાને તેણીની માતાની સારવાર માટે આર્થિક મદદ કરી હતી, જેના માટે એક્ટ્રેસ આભાર માની રહી હતી.

વધુ જુઓ ...
મુંબઈઃ રાખી સાવંતની માતા જયા સાવંતનું શનિવારે નિધન થયું હતું. બિગ બોસ ફેમ એક્ટ્રેસની માતા લાંબા સમયથી બીમાર હતી, જેની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જયા સાવંત કેન્સર અને બ્રેઇન ટ્યૂમરથી પીડિત હતી. પરંતુ, શનિવારે સાંજે મુંબઈમાં જીવલેણ બીમારી સાથે લાંબી લડાઈ પછી, તેણીએ આ દુનિયાને અલવિદા કહ્યું. રાખી અને તેણીના મિત્રએ મીડિયાને આ સમાચારની પુષ્ટિ કરી. રાખી તેની અંતિમ ક્ષણોમાં તેની માતા સાથે હતી, પરંતુ હવે જયા આ દુનિયામાં નથી, આ સાથે રાખી સાવંત પણ તૂટી ગઈ છે.

જ્યારે રાખી સાવંત તેની માતાનો મૃતદેહ લઈને હોસ્પિટલની બહાર આવી ત્યારે તે રડતી જોવા મળી હતી. હોસ્પિટલમાંથી રાખી સાવંતનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે રડતી જોવા મળી રહી છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે, જેમાં સાડી પહેરેલી રાખી તેની માતાના મૃતદેહ સાથે હોસ્પિટલની બહાર નીકળી રહી છે.

આ પણ વાંચોઃ ફક્ત ચાર દિવસમાં 400 કરોડની કમાણી, દરરોજ 100 કરોડનો જંપ લઈ રહી છે ફિલ્મ



 
 

 

 


View this post on Instagram


 

 

 

 

A post shared by Viral Bhayani (@viralbhayani)






આ દરમિયાન રાખી સાવંત ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તે પોતાની જાતને સંભાળી શકતી ન હતો. આવી સ્થિતિમાં તે રડવા લાગી. રડતી વખતે તે સતત કહી રહી હતી કે 'મા મરી ગઈ, મારી મા...' રાખીને આ હાલતમાં જોઈને તેની સાથે હાજર અન્ય લોકો પણ ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા હતાં. વળી, નેટિઝન્સ પણ તેણીનો આ હાલ જોઈ શકતા નથી. ઘણા યુઝર્સે રાખીના આ વીડિયો પર કોમેન્ટ કરીને સંવેદના વ્યક્ત કરી છે.



આ પણ વાંચોઃ 'મને બીજી પત્ની...'ઉર્ફી જાવેદે શેર કરી અનોખી ઈચ્છા, જાણીને તમે પણ ચોંકી જશો

નોંધનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં રાખી સાવંતે ખુલાસો કર્યો હતો કે તેની માતાને બ્રેઈન ટ્યુમર છે. આ કારણે તે બિગ બોસ મરાઠીના ઘરમાંથી બહાર આવી હતી. પોતાની માતાની સ્થિતિ વિશે વાત કરતાં રાખીએ કહ્યું હતું કે, 'હું ગઈકાલે રાત્રે બિગ બોસના ઘરમાંથી બહાર આવી છું અને મને તમારા આશીર્વાદની ખરેખર જરૂર છે. મારી માતાની તબિયત સારી નથી. તે હોસ્પિટલમાં દાખલ છે. કૃપા કરીને તેમના માટે પ્રાર્થના કરો.
First published:

Tags: Bollywood બોલિવૂડ, Entertainment news, Rakhi sawant, મનોરંજન, રાખી સાવંત