વર્ષ 2018માં આવેલી ફિલ્મ બધાઇ હો (Badhai Ho)એ દર્શકોનું ખૂબ જ મનોરંજન કર્યું હતું. આ ફિલ્મે આયુષ્માન ખુરાના, નીના ગુપ્તા, ગજરાવ રાવ જેવા એક્ટર્સના કેરિયરમાં ટર્નિંગ પોઇન્ટ લાવ્યો હતો. હવે આ ફિલ્મનું સીક્વેલ બનવા જઇ રહ્યો છે. અને આ ફિલ્મનું ટાઇટલ છે બધાઇ દો (Badhaai Do) પણ આ ફિલ્મમાં તમને આ વખતે એક્ટર આયુષ્માન ખુરાના નહીં જોવા મળે. આ ફિલ્મમાં આયુષ્માનની જગ્યા રાજકુમાર રાવે લીધી છે.
આ ફિલ્મમાં રાજકુમાર રાવ લીડ રોલમાં હશે. અને તેમની સાથે ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) પણ નજરે પડશે. બધાઇ દોને હર્ષવર્ધન કુલકર્ણી ડાયરેક્ટ કરશે. આ ફિલ્મથી દર્શકોને રાજકુમાર અને ભૂમિની જોડી પહેલી વાર રૂપેરી પડદે સાથે જોવા મળશે. રાજકુમાર આ ફિલ્મમાં એક પોલીસવાળોનો રોલ ભજવશે. અને ભૂમિ એક પીટી ટીચરની ભૂમિકામાં જોવા મળશે. બધાઇ 2 વિષે વાત કરતા એક ઇન્ટરવ્યૂમાં રાજકુમાર રાવે કહ્યું હતું કે આ પહેલા પણ તે એક ફિલ્મમાં પોલીસવાળાનો રોલ પ્લે કરી છે. પણ આ વખતનો રોલ થોડો અલગ રહેશે.
આ ફિલ્મના નિર્દેશક હર્ષવર્ધન કુલકર્ણીએ જણાવ્યું કે જંગલી પિક્ચર્સ જ્યારે સોશિયલ કોમેડીની વાર્તા લઇને મારી પાસે આવ્યા તો પળવારમાં મેં હા પાડી દીધી. આ ફિલ્મ બધાઇ હો જેટલી જ રસપ્રદ હશે. અને ફ્રેશ કેરેક્ટર્સ સાથે એકદમ નવી ફિલ્મ હશે જેમાં મજાક મસ્તી પણ ભરપૂર હશે. ફિલ્મ બધાઇ દો અવનારા વર્ષમાં રિલિઝ થશે. અને આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના જૂનમાં શરૂ કરવામાં આવશે.
તમને જણાવી દઇએ કે બધાઇ હોમાં આયુષ્માન ખુરાના સાથે સાન્યા મલ્હોત્રા લીડ રોલમાં હતી. અને આ ફિલ્મમાં આયુષ્માન સમેત નીના ગુપ્તા, ગજરાવ રાવ અને સુરેખા સિકરીના અભિનયને વખાણવામાં આવ્યો હતો. આ ફિલ્મને 4 ફિલ્મફેર પણ મળ્યા છે. અને 2 નેશનલ એવોર્ડ પણ.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર