નવી દિલ્હી: જ્યારથી સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને 51મો દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી તેમના ચાહકો ખૂબ ઉત્સાહિત છે. તેઓ તેમના મનપસંદ સ્ટાર માટે ટ્વિટર પર ખુશી અને રોમાંચ સાથે વિવિધ પોસ્ટ્સ પોસ્ટ કરી રહ્યા છે અને તેમના માટે તેમનો આદર અને પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, આ પુરસ્કાર માટે રજનીકાંતના નામની જાહેરાત એપ્રિલમાં જ કરવામાં આવી હતી.
રજનીકાંતને આ એવોર્ડ આવતીકાલે એટલે કે 25 ઓક્ટોબરે આપવામાં આવશે. કેન્દ્ર સરકાર રજનીકાંતને વર્ષ 2020 માટે 51મા દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરશે. અભિનેતાએ કહ્યું કે, સોમવાર તેના માટે એક ખાસ પ્રસંગ હશે, જ્યારે તેને આ પ્રતિષ્ઠિત સન્માન મળશે. રવિવારે દિલ્હી જવા રવાના થયેલા રજનીકાંતે એક નિવેદનમાં કહ્યું, “આવતી કાલ ખાસ કારણોસર મારા માટે ખાસ પ્રસંગ બની ગયો છે. લોકોના પ્રેમ અને સમર્થનને કારણે મને ભારત સરકાર દ્વારા દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવી રહ્યો છે.
આ દિવસ તેમના માટે વધુ ખાસ રહેશે, કારણ કે તેમની પુત્રી સૌંદર્યા વોઈસ પર આધારિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરશે, જે જનતા માટે 'ઉપયોગી એપ' હશે. તમને જણાવી દઈએ કે, રજનીકાંતની આગામી એક્શન ફિલ્મ 'અન્નાથે' દિવાળીના અવસર પર રિલીઝ થશે.
સુપરસ્ટાર રજનીકાંત એક એવું વ્યક્તિત્વ છે જેને કોઈ પરિચયની જરૂર નથી. તે માત્ર સાઉથ અને હિન્દી ફિલ્મોના કારણે જ ફેમસ નથી, તેની પાસે વૈશ્વિક આકર્ષણ છે. આ જ કારણ છે કે અમેરિકા અને UAE જેવા દેશોમાં પણ તેમની ફેન ફોલોઈંગ અને સ્ટારડમ અલગ સ્તર પર છે. તેઓ 50 વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર