'મને ભગવા રંગમાં રંગવાની પ્રયાસ થઇ રહ્યો છે' : રજનીકાંત

News18 Gujarati
Updated: November 9, 2019, 4:55 PM IST
'મને ભગવા રંગમાં રંગવાની પ્રયાસ થઇ રહ્યો છે' : રજનીકાંત
રજનીકાંત (ફાઇલ તસવીર)

"ભલે તેમને ભગવા રંગમાં રંગવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય પણ હું આમાં નહીં ફસાવું"

  • Share this:
સુપરસ્ટાર રજનીકાંતે (Rajnikanth) શુક્રવારે કહ્યું તેમને ભાજપની પાર્ટીમાં જોડાવાનું કોઇ આમંત્રણ નથી મળ્યું. પણ તેમને "ભગવા" રંગમાં રંગવાનો પૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે મીડિયા અને 'કેટલાક લોકો" પર આવું કરવાનો આરોપ લગાવ્યો છે. વધુમાં ભાજપે (BJP) પણ આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે પાર્ટીએ અભિનેતાને પાર્ટીમાં જોડવાનો કોઇ દાવો નથી કર્યો. ત્યાં દ્રમુક (DMK) નિવેદન છે કે અભિનેતા પોતાના નિવેદનથી કયા ભગવા રંગથી રંગવાનો સંકત કરી રહ્યા છે? દિગ્ગજ અભિનેતાએ હાલ તિરુવલ્લુવર વિવાદ પર પણ ટિપ્પણી કરતા કહ્યું કે તેમને અને પ્રસિદ્ધ સંત કવિ તિરુવલ્લુવર બંનેને ભગવા રંગમાં રંગવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વરિષ્ઠ ભાજપના નેતા પાને રાધાકૃષ્ણન તરફથી પણ તે જ સ્પષ્ટતા આપવામાં આવી છે કે તેમણે રજનીકાંતને ભાજપમાં જોડાવવા માટે કોઇ આમંત્રણ નથી આપ્યું. તેમણે કહ્યું કે "કોઇ પ્રસ્તાવ નથી મળ્યો" વધુમાં રજનીકાંતે કહ્યું કે "ભલે તેમને ભગવા રંગમાં રંગવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય પણ ન તો તિરુવલ્લુવર અને ના જ હું આમાં ફસાઇ"

ઉલ્લેખનીય છે કે એક નવેમ્બરના રોજ ભાજપે તમિલનાડુના પોતાના ટ્વિટર હેન્ડલ પર તિરુવલ્લુવરની રચના વાળો થિરુક્કુરલનો દોહા લખ્યો હતો. જેમાં ભગવાનની પૂજા નહીં કરવા બદલ શિક્ષાના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યો હતો. જે પછી ભાજપ, દ્રમુક અને અન્ય વિપક્ષી દળો વચ્ચે વિવાદ વકર્યો હતો.
First published: November 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...