5 સ્ટાર હોટલમાં ઓર્ડર કર્યા કેળા, બિલ આવ્યું તો રાહુલ બોસના ઉડ્યા હોશ

5 સ્ટાર હોટલમાં ઓર્ડર કર્યા કેળા, બિલ આવ્યું તો રાહુલ બોસના ઉડ્યા હોશ

એક ફાઈવ સ્ટાર હોટલમાં બે કેળા ખાધા. તેના અવેજમાં તેમની પાસેથી 442 રૂપિયા વસુલવામાં આવ્યા

 • Share this:
  આપણે લક્ઝરી હોટલના મોટા મોટા બિલ વિશે તો, ખુબ સાંભળ્યું છે. પરંતુ, બોલીવુડ એક્ટર રાહુલ બોસની સાથે જે થયું તે સાંભળી બધા હેરાન છે. તેમણે એક ફાઈવ સ્ટાર હોટલમાં બે કેળા ખાધા. તેના અવેજમાં તેમની પાસેથી 442 રૂપિયા વસુલવામાં આવ્યા. રાહુલ હાલમાં એક ફિલ્મના શૂટિંગ માટે ચંદીગઢમાં છે. ત્યાં તે JW Mariott હોટલમાં રોકાયા હતા. હોટલમાં થયેલા અનુભવની જાણકારી રાહુલે ટ્વીટર પર શેર કરી.

  રાહુલે લખ્યું, આ મુદ્દે વિશ્વાસ કરવા માટે તમારે વીડિયો જોવો પડશે. કોણ કહે છે કે, ફળ તમારી જિંદગી માટે નુકશાનકારક નથી? JW Mariott ચંદીગઢના લોકોને પૂછો. વીડિયોમાં રાહુલ કહે છે કે, તે જિમમાં વર્ક આઉટ કરી રહ્યો હતો. આ દરમ્યાન તેમણે બે કેળા ઓર્ડર કર્યા. તેમણે કરેલો ઓર્ડર તો સર્વ થઈ ગયો. પરંતુ, ત્યારબાદ જે બિલ આવ્યું તે હેરાન કરનારૂ હતું.  રાહુલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સ લક્ઝરી હોટલની મનમાની કિંમતો પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. Seaxcape નામના એક ટ્વીટર યૂઝર્સે લખ્યું કે, મને નથી ખબર કે, સેલિબ્રીટી ટેગ આ કિંમત સાથે આવે છે. અસીમ યાદવે લખ્યું, જો તમે બનાના શેક માંગ્યો હોત તો, તેની કિંમત અગામી આઈફોનના કિંમત બરાબર હોત.  વરૂણ અત્રીએ લખ્યું, પ્રશ્ન એ છે કે, શું તેમણે આ કેળા ઓસ્ટ્રેલિયાથી ઈમ્પોર્ટ કરાવ્યા હતા. ઋષિકેશે લખ્યું, સારૂ કર્યું તમે આ વીડિયો શેર કર્યો. ભવિષ્યમાં અમને ખબર પડે કે, ક્યાં ન જવું જોઈએ.
  Published by:kiran mehta
  First published: