Ragini MMS Returns Song : સની લિયોનીએ જ્યારે કહ્યું "હેલો જી"

News18 Gujarati
Updated: November 29, 2019, 9:47 AM IST
Ragini MMS Returns Song : સની લિયોનીએ જ્યારે કહ્યું
સની લિયોની

સની લિયોનીએ ફરી એક વાર રાગિની એમએસએસ સીરીઝથી જોડાઇ છે.

  • Share this:
બોલિવૂડની બોલ્ડ ગર્લ સની લિયોની (Sunny Leone) રાગિની એમએમએસ રિટર્ન્સમાં કામ કરવા જઇ રહી છે. વર્ષ 2014માં સની લિયોનીએ ફિલ્મ રાગિની એમએમએસ 2માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં સની પર બેબી ડૉલ ગીત ફિલ્માવવામાં આવ્યું હતું. જે સુપર ડૂપર હિટ સાબિત થયું હતું. અને લોકોમાં પણ લાંબા સમય સુધી લોકપ્રિય થયું હતું. સની લિયોનીએ ફરી એક વાર રાગિની એમએસએસ સીરીઝથી જોડાઇ ગઇ છે. સની લિયોનીએ રાગિની એમએમએસ રિટર્નમાં સ્પેશયલ અપિયરન્સમાં નજરે પડશે. સની લિયોનીએ આ માટે એક સ્પેશ્યલ ડાન્સ નંબર હેલો જીમાં નજરે પડશે.આ ગીત મીત બર્ધર્સે કમ્પોઝ કર્યું છે.

જો કે હાલમાં જ આ ગીતનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીતના ટીઝરમાં સની લિયોનીએ મસ્ત ડાન્સ કર્યો છે. અને તે ખૂબ જ સુંદર પણ લાગી રહી છે. એકતા કપૂરે ટ્વિટર પર આ ગીતનું ટીઝર લોન્ચ કર્યું છે. અને લખ્યું છે કે હેલો જી ગીત કાલે રિલીઝ થશે. આ ગીતને તે જ ટીમે બનાવ્યું છે જેને બેબી ડોલ ગીત બનાવ્યું હતું. તમને જણાવી દઇએ કે સની લિયોની પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી આ અંગે જાણકારી આપી હતી.



સની લિયોનીએ પોતાના કેરિયરની શરૂઆત પોર્ન સ્ટાર તરીકે કરી હતી. અને કરનજીત કૌર વોહરાથી તે સની લિયોની બની આજે બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. બોલિવૂડનું ગીત બેબી ડૉલ જે તે સમય તેને ફેમ અપાવી હતી. અને બોલીવૂડમાં નામના મેળવવામાં મદદરૂપ થયું હતું. ત્યારે ફરીથી જો આ ગીત હિટ થઇ ગયું તો ચોક્કસથી સની લિયોનીના કેરિયરને પુશ મળશે.

કારણે હાલ તો સની લિયોની અને તેમનો પતિ ડેનિયલ તેમના ત્રણ બાળકો લાલન પાલનમાં વ્યસ્ત છે. સની લિયોનીએ બોલિવૂડમાં પોતાના કેરિયરની શરૂઆત 2012માં ફિલ્મ જીસ્મ 2થી કરી હતી. તે પછી તેમણે રાગિની એમએમએસ 2, એક પહેલી લીલા અને કુછ કુછ લોચા જેવી ફિલ્મો અને મસ્તીજાદે તથા વન નાઇટ સ્ટેન્ડ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
First published: November 29, 2019, 9:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading