Birthday: જ્યારે ન્યૂડ સીન કરવા માટે રાધિકા આપ્ટે થઈ હતી તૈયાર

અભિનેત્રી રાધિકા આપ્ટે (Radhika Apte) આજે તેનો 34 મો જન્મદિવસ મનાવી રહી છે. જાણો તેનો એક ન્યૂડ સીન ઇન્ટરનેટ પર લીક થયો ત્યારે શું થયું.

News18 Gujarati
Updated: September 7, 2019, 10:53 AM IST
Birthday: જ્યારે ન્યૂડ સીન કરવા માટે રાધિકા આપ્ટે થઈ હતી તૈયાર
સેક્રડ ગેમ્સની આ એક્ટ્રેસ ન્યૂડ સીનના કારણે આવી હતી ચર્ચામાં
News18 Gujarati
Updated: September 7, 2019, 10:53 AM IST
બોલિવૂડમાં અભિનેત્રીનું બોલ્ડ રહેવું પણ કોઈ સમસ્યાથી ઓછું નથી. મોટા પડદા પર એક બોલ્ડ સીન અને અભિનેત્રી પર કરોડો પ્રશ્નો ઉભા થવા લાગે છે. આવી સ્થિતિમાં અભિનેત્રીએ એવા અનેક લોકોને જવાબ આપવો પડે છે. ઇન્ડ્સ્ટ્રીઝમાં આવી જ એક તસવીર છે અભિનેત્રી રાધિકા આપ્ટેની.. રાધિકા હંમેશાં તેના બોલ્ડ સીનને કારણે વિવાદોમાં ઘેરાયેલી રહેતી હતી, તેમને વિચિત્ર સવાલો પણ પૂછવામાં આવતા હતા. જોકે રાધિકાએ પણ આ તમામ પ્રશ્નોના યોગ્ય જવાબ આપ્યા હતા. આજે રાધિકા તેનો 34 મો જન્મદિવસ મનાવી રહી છે. આ પ્રસંગે જાણીએ જ્યારે તેમનો ન્યૂડ સીન લીક થયો હતો ત્યારે શું થયું.

ખરેખર, વર્ષ 2015માં અનુરાગ કશ્યપે એક શોર્ટ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ ફક્ત આંતરરાષ્ટ્રીય બજાર માટે હતી. આ પહેલા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં દર્શાવવાની હતી. આ ફિલ્મ માટે અનુરાગ જે પ્રકારની અભિનેત્રી શોધી રહ્યો હતો, તે તેમને રાધિકા તરીકે મળી. ફિલ્મમાં એક ન્યૂડ સીન શૂટ થવાનું હતું, જેને રાધિકાને કરવામાં કોઈ વાંધો નહોતો. આ સીનમાં અભિનેત્રીએ ન્યૂડ થઇને એક જોરદાર સીન આપવો પડ્યો હતો. કોઈ પણ અભિનેત્રી આ ભૂમિકા માટે તૈયાર નહોતી, પણ રાધિકા આપ્ટે આ ભૂમિકા માટે સહમત થઈ ગઈ.



આ સીન માટે સંપૂર્ણ રીતે સાવચેતીથી શૂટ કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા સમય પછી જ ફિલ્મનો એક સીન લીક થઈ ગયો. જ્યારે આ વિશે અનુરાગ કશ્યપને ખબર પડી ત્યારે તે ગુસ્સે થયો એટલું જ નહીં તેણે રાધિકાને થતી મુશ્કેલી માટે તેણે પોતાને દોષી ઠેરવ્યો. તે અંગેની ફરિયાદ લઈને તે તુરંત પોલીસ પાસે ગયો હતો.

 આ ફિલ્મમાં પણ આપ્યો એક બોલ્ડ સીન

જો કે આ સમગ્ર ઘટના દરમિયાન રાધિકા એક મજબૂત મહિલા તરીકે દેખાઈ હતી. ત્યારબાદ તેણે 2016 ની ફિલ્મ 'પાર્શ્ડ' માં ખૂબ જ બોલ્ડ સીન આપ્યો હતો.
Loading...



ફિલ્મ છે લાઇફ

7 સપ્ટેમ્બર 1985 માં તમિલનાડુના વેલ્લોરમાં જન્મેલી રાધિકાએ ગણિતમાં અભ્યાસ કર્યો છે, પરંતુ હંમેશા અભિનયનો શોખ છે. 8 વર્ષ સુધી કથક પણ શીખ્યા. છેલ્લાં દસ વર્ષથી સિનેમાની દુનિયામાં સક્રિય છે.



રાધિકાએ 2005માં આવેલી ફિલ્મ વાહ લાઇફ હો તો એસીમાં એક નાનકડી ભૂમિકા કરી હતી. આમાં ભાગ્યે જ અનેક લોકોએ તેમની નોંધ લીધી હશે. ત્યારબાદ વર્ષ 2008માં ફિલ્મ શોર ઇન ધ સિટીથી ચર્ચામાં આવી. તે સમયે એવા પણ સમાચાર હતા કે રાધિકા તુષાર કપૂરને ડેટ કરી રહી છે. જોકે પાછળથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંનેના સંબંધ તૂટી ગયા છે. આ દરમિયાન રાધિકાએ પણ લગ્ન કર્યા. તેમણે બ્રિટિશ સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે ચુપચાપ લગ્ન કર્યા.
First published: September 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...