લોકોએ આર માધવનના પુત્રને ગણાવ્યો સાચુ 'સોનું', વેદાંતે પિતાનું નામ રોશન કર્યું

આર માધવન અને વેદાંત માધવન

તાજેતરમાં વેદાંત 16 વર્ષનો થયો, તેના જન્મદિવસ પર, પાપા માધવને તેને પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી અને પોતાને ગૌરવપૂર્ણ પિતા પણ કહ્યા.

 • Share this:
  મુંબઈ: ફિલ્મ સ્ટાર આર માધવન (R Madhavan)ના પુત્ર વેદાંત માધવને (Vedaant Madhavan ફરી એકવાર તેના પિતાને ગર્વ અનુભવવાની તક આપી છે. બેંગ્લોરમાં તાજેતરમાં યોજાયેલી જુનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં વેદાંતે મહારાષ્ટ્ર માટે સાત મેડલ જીત્યા છે. વેદાંતની આ સફળતાથી તેના પિતા ખુશખુશાલ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર પણ યુઝર્સ ટ્વિટ કરીને વેદાંત માધવનને અભિનંદન આપી રહ્યા છે.

  વેદાંત માધવ (Vedaant Madhavan)ને Basavaganudi Aquatic Centre ખાતે આયોજિત સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેની જીત બાદ લોકો તેને અને તેના પિતા આર માધવનને ટ્વિટર પર પોસ્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે. ધ બ્રિજના અહેવાલ અનુસાર, વેદાંતે 800 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ, 1500 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ, 4×100 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ અને 4×200 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ રિલે ઇવેન્ટ્સમાં સિલ્વર મેડલ જીત્યા છે. તેણે 100 મીટર, 200 મીટર અને 400 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

  ટ્વીટ પોસ્ટ (ફોટો)


  આર માધવન (R Madhavan) ભૂતકાળમાં પણ સોશિયલ મીડિયા પર તેના પુત્રની સફળતાનો ઉલ્લેખ કરતો રહ્યો છે. આ પહેલા વેદાંત અનેક વખત સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પોતાના દેશ માટે મેડલ લાવ્યો છે. તાજેતરમાં વેદાંત 16 વર્ષનો થયો, તેના જન્મદિવસ પર, પાપા માધવને તેને પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી અને પોતાને ગૌરવપૂર્ણ પિતા પણ કહ્યા.

  ટ્વીટ પોસ્ટ (ફોટો)


  આ પણ વાંચોસત્ય ઘટના પર આધારીત 11 Crime ડોક્યુમેન્ટરી ફિલ્મનું List, જુઓ - કઈં ડોક્યુમેન્ટ્રી ક્યાં જોઈ શકાશે

  તમને જણાવી દઈએ કે, બોલિવૂડ સિવાય આર માધવનનું તમિલ ફિલ્મોમાં પણ મોટું નામ છે. તેણે બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો પણ કરી છે. તેણે રામજી લંડન વાલે, રેહના હૈ તેરે દિલ મેં, રંગ દે બસંતી, તનુ વેડ્સ મનુ, 3 ઈડિયટ્સ, સાલા ખડૂસ જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની આગામી ફિલ્મ 'ધ નામ્બી ઈફેક્ટ' છે. તે ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક નામ્બી નારાયણનના જીવન પર આધારિત છે.
  Published by:kiran mehta
  First published: