Home /News /entertainment /આ ફિલ્મના વળતરથી ખરીદવામાં આવી હતી આર.કે સ્ટુડિયોની જમીન

આ ફિલ્મના વળતરથી ખરીદવામાં આવી હતી આર.કે સ્ટુડિયોની જમીન

આર.કે સ્ટુડિયો

રાજ કપૂરના નજીકના મિત્ર ફિલ્મ સમીક્ષક અને જયપ્રકાશ ચોકસેએ ન્યૂઝ 18 સાથે આર.કે સ્ટુડિયો સાથે જોડાયેલી વાતો શેર કરી હતી.

  જયશ્રી પિંગલે

  આર.કે સ્ટુડિયો હવે રહેશે નહીં- આ ખબર મને પણ પરેશાન કરી રહી હતી. જેટલી કપૂર પરિવારના સભ્યોને. મને ખબર છે કે કપૂર પરિવારે આ નિર્ણયને મહાન હૃદયથી લઈ લીધો છે. 2.2 કરોડમાં ફેલાયેલા આ સ્ટુડિયોને ચલાવવો હવે આ સમયે સરળ નથી.

  સમય બદલાઈ ગયો છે. ફિલ્મનો તબક્કો હવે અલગ થઈ ગયો છે. હવે આર.કે. સ્ટુડિયોમાં મુંબઈના કોઇ મૂવી નિર્માતા અથવા ડિરેક્ટરને શૂટિંગ કરવુ સરળ નથી. પૂરો ઉદ્યોગ જુહુ, બાંદ્રા, લોખંડવાલાની આસપાસ અસરગ્રસ્ત થયો છે. મુંબઇમાં ટ્રાફિક દબાણના કારણે, ચેમ્બુર સુધી પહોંચવું હવે સરળ પણ નથી. છેલ્લા કેટલાક વર્ષોથી, આર.કે સ્ટુડિયોમાં પહેલાં જેવી ચમક રહી નથી.

  આ તમામ સંજોગોમાં, હું તે ક્ષણોને યાદ કરું છું જે મેં રાજ સાહેબ સાથે સમય પસાર કર્યો હતો. અમારો ઘણો સમય સાથે રહ્યો છે. જ્યારે એકવાર એક સમયે મારી ચાર ફિલ્મોનું શૂટિંગ આર.કે. સ્ટુડિયોમાં થઇ રહ્યુ હતુ. આર.કે. સ્ટુડિયોમાં પહેલા બે માળ શૂટિંગ માટે હતા. જ્યા કોલેપ્શિય દીવાલ હતી જ્યારે એક ભવ્ય સેટ લગાવવાનો હોય ત્યારે દીવાલને દૂર કરવામાં આવતી હતી. નજીક જ શ્રીકાંત સ્ટુડિયો પણ હતો તેને પણ રાજ કપૂરે ખરીદ્યો હતો. ત્યારબાદ ત્યા બે માળ બીજા બન્યા હતા. લગભગ 15 દિવસ સુધી ચાર ફિલ્મોનું શૂટિંગ થઇ રહ્યુ હતુ.

  રાખી ગુલઝાર ફિલ્મ પર એક સુંદર ગીત હતું. અન્ય એક હરજાઇનું શૂટિંગ થયું હતું. બીજી બાજુએ કન્હૈયાનું. શાયદનું શૂટિંગ તો મે ઇન્દોરમાં શૂટ કર્યું હતું, પરંતુ કેટલુક પેચવર્ક બાકી હતુ. આ ફિલ્મોના શૂટિંગ સમયે, રાજ કપૂર સાથે હોત તો તે ખૂબ જ ખુશ હોત કે એક જ વ્યક્તિ માટે એક સંપૂર્ણ સ્ટુડિયો બુક છે.

  રાખી, રાજેશ ખન્ના, જીનત અમાન, પ્રાણ જેવા કલાકારો તે ફિલ્મોમાં હતા અને લંચ રૂમમાં તમામ લોકો એકઠા થતા હતા. રાજ કપૂર સાથે આખા સ્ટુડિયોનું વાતાવરણ ખુશ બની જતુ હતુ. એક કુટુંબ જેવો પૂરો માહોલ હતો. રાજ કપૂરની હાજરીમાં, આ સ્ટુડિયોમાં રહેલા રંગો. આવા કોઈ ઉદાહરણ આજે જોવા નહીં મળે. ખરેખર આર.કે. સ્ટુડિયો રાજ કપૂરનું સ્વપ્ન હતું. આજે પણ રાજ કપૂર અને આર.કે સ્ટુડિયોને અલગ ન કરી શકાય.

  રાજ કપૂરે 22 વર્ષની વયે આગ ફિલ્મ બનાવી હતી. તેણે 9 મહિના બાદ બરસાત ફિલ્મનું શૂટિંગ કર્યુ હતુ. જ્યારે કામ શરૂ થયું ત્યારે, આગ ફિલ્મના મ્યૂઝિક ડાયરેકટર હતા રામ ગાંગુલી. જેની સાથે બેસીને તેણે ત્રણ ધૂન પૂર્ણ કરી હતી.

  કેટલાક સમય માટે, રામ ગાંગુલીએ એક ધૂન અન્ય નિર્માતાને આપી દીધી છે. કદાચ ગાંગુલીએ 22 વર્ષના આ છોકરા પર વિશ્વાસ ન કર્યો. તેણે વિચાર્યુ કે તેમની એક ફિલ્મ ખરાબ રીતે પીટાઇ રહી છે. તો બીજી ફિલ્મ આટલી ઝડપી બનાવી શકે નહી. રાજ કપૂરને આ વાતની ખબર પડી તેના પર તેઓ ગુસ્સે ન થયા, પરંતુ તેમણે ન્યૂઝપેપરમાં જાહેરાત કરી દીધી હતી કે ફિલ્મ બરસાતનું સોંગ હવે રામ ગાંગુલી નહીં પણ શંકર જયકિશન આપશે. જે પૃથ્વી થિયેટરમાં નાટકના પાશ્વ સોંગ આપતા હતા અને રામ ગાંગુલીના સહાયક હતા.

  તેમણે શંકર-જયકિશનને તક આપી અનેક સ્થાપિત સંગીતકારોને ઝટકો આપ્યો હતો. ખૂબ જ ટૂંક સમયમાં બરસાતના ગીતો તૈયાર થયા. મ્યૂઝિકની જે રોયલ્ટી મળી તેનાથી બરસાત ફિલ્મની કિંમત મળી ગઇ. બરસાતમાં જે થિયેટરિકલ આવક થઇ તે રાજ કપૂરે ચેમ્બૂરમાં 2.2 કરોડની જમીન આર.કે સ્ટુડિયો માટે ખરીધી. ચેમ્બુરમાં જમીન ખરીદવાનું કારણ એ હતુ કે તે સમયે ત્યા પર્વતો અને હરિયાળીનું વાતાવરણ હતું.

  આ 1948નું મુંબઈ હતુ. આઉટડોરનું શૂટિંગ કરવું હોય તો પર્વત અને જંગલો મળી જતા હતા. તે યુગમાં, સિંહ, ચિત્તા ભટકતા હતા. આજની જેમ ગીચ વસાહતો ત્યા ન હતી.
  Published by:Bhoomi Koyani
  First published:

  Tags: Raj Kapoor, બોલીવુડ

  विज्ञापन
  विज्ञापन