Home /News /entertainment /

મુશ્કેલીમાં ફસાઈ 'પેડમેન'ની પ્રોડ્યુસર: પ્રેરણા અરોરાની વિરુદ્ધ EDએ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો

મુશ્કેલીમાં ફસાઈ 'પેડમેન'ની પ્રોડ્યુસર: પ્રેરણા અરોરાની વિરુદ્ધ EDએ મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો

બોલિવૂડ પ્રોડ્યુસર પ્રેરણા અરોરાની વિરુદ્ધ ઈડીએ કેસ દાખલ કર્યો.

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) એ બુધવારે બોલિવૂડ ફિલ્મ પ્રોડ્યુસર પ્રેરણા અરોરા વિરુદ્ધ 31.16 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આ મામલામાં તેણે બુધવારે સમન્સ પાઠવવામાં આવ્યું છે

    એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) એ બુધવારે બોલિવૂડ ફિલ્મ પ્રોડ્યુસર પ્રેરણા અરોરા વિરુદ્ધ 31.16 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આ મામલામાં તેણે બુધવારે સમન્સ પાઠવવામાં આવ્યું છે, પરંતુ ઈડીની સામે તે રજૂ નથી થઈ. પ્રેરણા અત્યારે કોઈ ઓફિશિયલ કામથી બહાર ગઈ છે. તેણે પોતાના વકીલ વિવેક વાસવાની દ્વારા સમય માગ્યો હતો. પ્રેરણાએ બોલિવૂડની ઘણી મોટી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. તેણે અક્ષય કુમાર, સલમાન ખાન અને જ્હોન અબ્રાહમ જેવા મોટા સ્ટાર્સની ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી છે.



    ફિલ્મફેરના રિપોર્ટ પ્રમાણે, પ્રેરણા અરોરાની બોલિવૂડથી લઈ સાઉથ સુધી ઘણી ટીકાઓ પણ થાય છે. તેના કામ કરવામાં ટ્રાન્સપરન્સી અને બાકીની રકમને લઈને ઘણી વખત ટીકાઓનો સામનો કરવો પડે છે. ગયા વર્ષે વાસુ ભગનાનીએ તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે પ્રેરણાના કારણે તેણે 31.6 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું કેમ કે તેણે ‘પેડમેન’ અને ‘કેદારનાથ’ના રાઈટ્સ પાછા લઈ લીધા હતા.

    રિપોર્ટના પ્રમાણે, પ્રેરણાએ અન્ય પ્રોડ્યુસર્સની સાથે કોન્ટ્રાક્ટ તોડ્યો હતો જેના કારણે ડિસેમ્બર 2018માં તેણી ધરપકડ કરવામાં આવ હતી અને ડિસેમ્બર 2019માં છોડી દેવામાં આવી હતી. ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)ના અધિકારીઓએ વાશુ ભગનાનીને 31.6 કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપમાં ફિલ્મ પ્રોડક્શન હાઉસ, ક્રિયાઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડની નિર્દેશક પ્રેરણા અરોરાની ધરપકડ કરવામાં આવી હતી.

    મિસ મેનેજમેન્ટના કારણે વિવેકે ફિલ્મને છોડી

    કામમાંથી લાંબા બ્રેક પછી પ્રેરણા અરોરાએ સપ્ટેમ્બર 2020માં પોતાના આગામી પ્રોજેક્ટ્સની જાહેરાત કરી, જેનું ટાઈટલ ‘રોજી: ધ સેફર્ન ચેપ્ટર’, જેમાં વિવેક ઓબેરોય લીડ રોલમાં હતો અને શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ડેબ્યુ કરવાની હતી. પહેલા 3 લાખના બજેટની સાથે 18-20 દિવસમા ફિલ્મનું શૂટિંગ શરૂ થશે, પરંતુ અયોગ્ય મેમેજમેનટના કારણે વિવેક આ પ્રોજેક્ટમાંથી બહાર થઈ ગયો.

    પ્રેરણાએ ઘણી મોટી ફિલ્મો કરી પ્રોડ્યુસ કરી છે

    પ્રેરણા અરોરાએ કેદારનાથ, ટોયલેટ- એક પ્રેમ કથા, પેડમેન, ફન્ની ખા, પરી જેવી ફિલ્મોની નિર્માતા રહી ચૂકી છે અને અભિનવ બિંદ્રા પર એક બાયોપિક બનવામાં પણ સામેલ હતી.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Enforcement directorate

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन