Home /News /entertainment /ફિલ્મ પ્રોડ્યૂસર જીંદગી અને મોતની વચ્ચે લડી રહ્યા છે જંગ, હાર્ટ એટેકના કારણે વેન્ટિલેટર પર
ફિલ્મ પ્રોડ્યૂસર જીંદગી અને મોતની વચ્ચે લડી રહ્યા છે જંગ, હાર્ટ એટેકના કારણે વેન્ટિલેટર પર
ફાઈલ ફોટો
ફિલ્મ નિર્માતા નિતિન મનમોહન (Nitin Manmohan)ને લઈને એક દુઃખદ ખબર સામે આવી છે. પ્રોડ્યુસરને હાર્ટ એટેક આવ્યો છે, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ તેમની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
મુંબઈઃ બોલિવૂડમાંથી ફરી એક દુઃખદ ખબર સામે આવી છે. આ ખબર 'બોલ રાધા બોલ', 'દસ' અને અન્ય ઘણી શાનદાર ફિલ્મોના નિર્માતા નિતિન મનમોહન (Nitin Manmohan) સાથે જોડાયેલી છે, જે આ દિલસે જીંદગી અને મોતની લડત લડી રહ્યા છે. ફિલ્મ નિર્માતાને ગઈકાલે સાંજે હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ નિર્માતાને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.
એક સૂત્રએ ETimes સાથે વાતચિતમાં નિતિન મનમોહનના સ્વાસ્થ્ય વિશે વાત કરી અને કહ્યુ- 'ફિલ્મ નિર્માતા પર સારવારની અસર તો છે, પણ તે હજુ જોખમમાંથી બહાર નથી આવ્યા. હાલમાં તેમને વેન્ટિલેટર પણ રાખવામાં આવ્યા છે અને જરુરી પેરામીટર સ્થિર છે. તે હજુ પણ આપણી સાથે છે.'
સૂત્રએ આગળ જણાવ્યુ કે, 'ડૉક્ટર્સની એક ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. આપણે બસ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી શકીએ.' સંજય દત્તના પૂર્વ સેક્રેટરી કલીમ સતત તેમની સાથે છે. કલીમ લાંબા સમયથી નિતન મનમોહન સાથે રહ્યા છે. એ અન્ય સૂત્રએ કહ્યુ- 'મનમોહનના પરિવારના તમામ સભ્ય તેમની સ્વાસ્થ્ય માટે ચિંતિત છે. અમુક તેમના સ્વાસ્થ્યને જોવા હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને અમુક પહેલાથી જ ત્યાં હાજર છે.'
જણાવી દઈએ કે, નિતિન મનમોહન ફેમસ વિલેન મનમોહનના દીકરા છે, જેમણે 'બ્રહ્મચારી', 'ગુમનામ' અને 'નયા જમાના' સહિત ઘણી ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરીને દર્શકોને હેરાન કરી દીધા હતાં. આ સિવાય પણ તેમને ઘણી ફિલ્મો માટે યાદ કરવામાં આવે છે. સ્ક્રીન પર તેમની ઉપસ્થિતી ખૂબ જ દમદાર અને પ્રભાવશાળી હોય છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર