'પાતાળ લોક'ને લઇને અનુષ્કા શર્માને મળી લીગલ નોટિસ, 'જાતિવાદી ગાળ' આપવાનો આરોપ

News18 Gujarati
Updated: May 21, 2020, 12:58 PM IST
'પાતાળ લોક'ને લઇને અનુષ્કા શર્માને મળી લીગલ નોટિસ, 'જાતિવાદી ગાળ' આપવાનો આરોપ
પાતાળ લોક

વકીલે કહ્યું કે જે જાતિવાદી શબ્દ કહેવામાં આવ્યો છે તે અમે બિલકુલ સ્વીકારી નથી શકતા.

  • Share this:
બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) ભલે લાંબા સમયથી રૂપેરી પડદાથી દૂર હોય. પણ હાલ તે તેની વેબ સીરિઝ પાતાળ લોક (Webseries Paatal Lok)ના કારણે જબરદસ્ત ચર્ચામાં છે. દર્શકોએ આ સીરીઝને સારો રિસ્પોન્સ આપ્યો છે. પણ હવે આ વેબ સીરીઝની પ્રોડ્યૂસર તેવી અનુષ્કા શર્માની નવી મુસીબતનો સામાનો કરવો પડી રહ્યો છે. અનુષ્કા શર્મા પર એક વકીલે આરોપ મૂક્યો છે કે તેમણે આ વેબ સીરીઝમાં જાતિવાદી ગાળી આપીને એક વિશેષ સમુદાયનું અપમાન કર્યું છે. અને આ માટે તેમને લીગલ નોટિસ (Legal Notice to Anushka Sharma) મોકલવામાં આવ્યું છે.

પ્રોડ્યૂસર અનુષ્કા શર્મા (Anushka Sharma)ે નેશનલ લૉયર ગિલ્ડના સદસ્ય વકીલ વીરેન સિંહ ગુરંગે આ લીગલ નોટિસ મોકલી છે. 18 મેના રોજ મોકલવામાં આવેલી આ નોટિસમાં તેમણે આરોપ મૂક્યા છે કે સુદીપ શર્મા દ્વારા લખેલી આ વેબ સીરીઝમાં જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જેનાથી ગુરખા સમુદાયનું અપમાન થયું છે. વીરેને કહ્યું કે પાતાળ લોકના બીજા એપિસોડમાં પુછપરછ દરમિયાન લેડી પોલીસ શોમાં નેપાળી પાત્ર પર જાતિવાદી ગાળીનો ઉપયોગ કરે છે. ખાલી નેપાળી શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો કંઇ વાંધો નહતો પણ જે શબ્દ કહેવામાં આવ્યો છે તે સ્વીકારી નથી શકતા.એમેઝોનની આ વેબ સીરીઝની નિર્માતા અનુષ્કા શર્મા છે. અને આ માટે તેમને નોટિસ મોકલવામાં આવી છે. જો કે અનુષ્કાની આ મામલે કોઇ પ્રતિક્રિયા નથી આવી. વકીલ વીરેન સિંહ ગુરુંગ માંગણી કરી છે કે આ શબ્દને મ્યૂટ કરવામાં આવે સાથે જ સબટાઇટલ્સમાં તેને બ્લર કરવામાં આવે અને આ એડિટ પર નવા વીડિયોને એક કોઇ પણ શરતની માફી સાથે ફરીથી પ્લેટફોર્મ પર મૂકવામાં આવે. સાથે જ આ સમુદાયની પણ માફી અને ડિસ્ક્લેમરની માંગ કરવામાં આવી છે.વીરેને સાથે જ એક ઓનલાઇન પિટીશન પણ શરૂ કરી છે. જેમાં તેમણે રચનાત્મક સ્વંતત્રતાના નામે નસ્કલવાદી હમલાને સ્વીકાર ન કરવાની વાત કરી છે. આ મામલે તેમણે સૂચના અને પ્રસારણ મંત્રાલયને હસ્તક્ષેપ કરવાનો અનુરોધ કર્યો છે. આ ક્રાઇમ થ્રિલર વેબ સીરિઝમાં જયદીપ અહલાવત, નીરજ કાબી અને અભિષેક બેનર્જી જેવા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે. સોશ્યલ મીડિયા પર પાતાલ લોકોને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.
First published: May 21, 2020, 12:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading