પ્રિયંકા ચોપરાને જ્યારે નિકે પ્રપોઝ કર્યું ત્યારે એક્ટ્રેસનું આવું હતું રિએક્શન

પ્રિયંકા ચોપરાને જ્યારે નિકે પ્રપોઝ કર્યું ત્યારે એક્ટ્રેસનું આવું હતું રિએક્શન
પ્રિયંકા અને નિક

પ્રિયંકા ચોપરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિક સાથે એક સરસ તસવીર શેર કરી આ વાત કહી.

 • Share this:
  બોલિવૂડ (Bollywood)ની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) 18 જુલાઇએ પોતાનો 38મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેમના જન્મદિવસના અવસર પર પતિ નિક જોનસે એક રોમાન્ટિક પોસ્ટ કરીને પોતાની વાઇફને ખાસ અંદાજમાં વિશ કર્યું હતું. ત્યાં જ હવે પ્રિયંકા ચોપરાએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને પતિ નિકને પોતાના દિલની વાત કહી છે. આ પોસ્ટમાં ખૂબ જ રોમાન્ટિક હોવાની સાથે ક્યૂટ પણ છે. જેમાં તેમણે નિક જોનાસે તેને લગ્ન માટે કેવી રીતે પ્રપોઝ કરી હતી તે જણાવ્યું હતું.

  પ્રિયંકા ચોપરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિક અને પોતાની એક સરસ તસવીર શેર કરતા લખ્યું કે હું મારા જીવનની સૌથી મોટી ખુશી માટે લખી રહું છું. બે વર્ષ પહેલા આજના દિવસે તમે મને લગ્ન માટે પુછ્યું હતું. તે સમયે હું નિશબ્દ થઇ ગઇ હતી પણ ત્યારે લઇને આજ દિવસ સુધી દરેક ક્ષણ માટે હું હા બોલું છું. અનિશ્ચિતતાઓ ભરેલા આ સમયમાં તે મારા જન્મદિવસ અને વીકેન્ડને ખૂબ જ ખાસ બનાવ્યો. આભાર હંમેશા મારા માટે વિચારવા માટે. હું દુનિયાની સૌથી ભાગ્યશાળી યુવતી છું. અને તને ખૂબ પ્રેમ કરું છું નિક જોનાસ'


  ઉલ્લેખીય છે કે આ કેપ્શનના ફોટો જે પ્રિયંકા પોતે સેલ્ફી મોડમાં લીધો છે તેમાં નીક તેમને ખૂબ પ્રેમથી ગાલ પર કિસ કરી રહ્યા છે અને પ્રિયંકા પર પાઉટ કરતી નજરે પડે છે.  પ્રિયંકાએ આ પોસ્ટમાં જ્યારે નિક જોનાસે તેમને પ્રપોઝ કર્યું હતું ત્યારે તે કેટલી સરપ્રાઇઝ હતી તે વિષે જણાવ્યું હતું. જ્યારે નિકે તેમને પ્રપોઝ કર્યું હતું તો તે કંઇ બોલી નહતી શકી. તમને જણાવી દઇએ કે નિક અને પ્રિયંકા વચ્ચે ઉંમરમાં પણ મોટો તફાવત હતો.

  નિક જોનાસે પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું છે કે આભાર તેમ મને હા કહી. હું પણ તમે ખૂબ જ પ્રેમ કરું છું. બ્યૂટીફૂલ.
  Published by:Chaitali Shukla
  First published:July 20, 2020, 17:25 pm

  ટૉપ ન્યૂઝ