Home /News /entertainment /મને બ્લેક કૅટ કહેતા...પુરુષો કરતા 10માં ભાગના પૈસા જ મળતા, બોલિવૂડ અભિનેત્રીએ જણાવી આપવીતી

મને બ્લેક કૅટ કહેતા...પુરુષો કરતા 10માં ભાગના પૈસા જ મળતા, બોલિવૂડ અભિનેત્રીએ જણાવી આપવીતી

ફોટોઃ @priyankachopra

પ્રિયંકા ચોપરાએ શેર કર્યું કે કેવી રીતે બોલિવૂડમાં એક્ટ્રેસ સાથે ઇન્ડસ્ટ્રીમાં અન્યાયી વર્તન કરવામાં આવતું, તેણીએ પોતાના શરુઆતી સફરની યાદો શેર કરતા જણાવ્યુ કે તેને બોલિવૂડમાં ક્યારેય પગાર સમાનતા નથી મળી.

  મુંબઈઃ પ્રિયંકા ચોપરા બીબીસીની '100 Women'(100 મહિલાઓ) ની લિસ્ટમાં સ્થાન મેળવનારી ચાર ભારતીયોમાંથી એક છે. એક્ટ્રેસે હાલમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ છે કે, કેવી રીતે તમામ વસ્તઓ હંમેશા સુવર્ણ નથી હોતી. તેણીએ પોતાના બોલિવૂડના શરૂઆતના દિવસો વિશે વાત કરી હતી, જેમાં તેણીએ જણાવ્યુ કે તેણીને ક્યારેય પુરુષ લીડ એક્ટરની બરાબર ચુકવણી કરવામાં આવતી નહતી અને કેવી રીતે પુરુષોને હંમેશા વિશેષ અધિકારો આપવામાં આવતા હતાં.

  પ્રિયંકાએ કહ્યુ, 'મને બોલિવૂડમાં ક્યારેય પગારની સમાનતા નથી મળી. મને મારા મેલ કો-એક્ટરના પગારનો ફક્ત 10 ટકા જ ચુકવવામાં આવતું. પગારની અસમાનતા ખૂબ જ વધારે હતી. અને ઘણી એક્ટ્રેસ હજુ સુધી તેનો સામનો કરે છે. મને ખાતરી છે કે જો હું બોલિવૂડમાં હજુ કોઈ મેલ કો-એક્ટર સાથે કામ કરીશ તો મારે હજુ પણ તેનો સામનો કરીશ.' તેણીએ ઉમેર્યુ કે, 'મારી જનરેશનની એક્ટ્રેસે પણ સમાન પગાર માટે પુછ્યુ, પણ તેમને ક્યારેય મળ્યુ નથી.'

  આ પણ વાંચોઃ આર્યનના ડેબ્યૂ પર શાહરુખ ખાને કરી જોરદાર કોમેન્ટ, જાણો કેમ લખ્યુ- 'સારુ રહેશે બપોરે શિફ્ટ રાખો'

  પ્રિયંકાએ એ પણ જણાવ્યુ કે તેણીની સાથે સેટ પર કેવી રીતે વર્તન કરવામાં આવતુ હતું, તેણીએ વિચાર્યુ હતું કે આ સામાન્ય છે. પ્રિયંકાએ કહ્યુ, 'મને લાગ્યુ કે સેટ પર કલાકો સુધી બેસી રહેવું એકદમ ઠીક છે. પણ મારી સાથેના મેલ કો-એક્ટર ફક્ત તેમનો પોતાનો સમય જ સાચવતા, અને નક્કી કરતા કે તે ક્યારે સેટ પર દેખાશે અને શૂટિંગ કરશે. આ સાથે જે સેટ પર ઘણીવાર મને બ્લેક કેટ કહેવામાં આવતું.'

  તેણીએ હોલીવુડમાં વસ્તુઓ કેવી રીતે અલગ છે તે વિશે પણ વાત કરી, જ્યારે તેણીએ કહ્યું કે, 'Citadel' એ પહેલી ફિલ્મ હતી જેમાં કોઈ પુરુષ કો-લીડ તરીકે કામ કરતો હતો. અને તે હતો રિચાર્ડ મેડન. "પણ, આ મારી સાથે પહેલીવાર બન્યુ હતું, તે ફક્ત હોલિવૂડમાં થાય છે. આગળ જતા મને ખબર નથી."

  આ પણ વાંચોઃ કોંગ્રેસ નેતાએ વિવેક અગ્નિહોત્રી પર કર્યા પ્રહાર, કહ્યુ- હવે 'માફી ફાઈલ્સ' બનશે

  રુસો બ્રધર્સ દ્વારા નિર્મિત, ફિલ્મ Citadel પ્રાઇમ વિડિયો પર ઓટીટીને ટક્કર આપશે. આગામી સાય-ફાઇ ડ્રામા સિરીઝનું નિર્દેશન પેટ્રિક મોર્ગન દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં પ્રિયંકાની સાથે રિચર્ડ મેડન છે. પ્રિયંકા સેમ હ્યુગન સાથે ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ લવ અગેઇનમાં પણ જોવા મળશે.

  બોલિવૂડમાં, તે ફરહાન અખ્તરની 'જી લે જરા'માં આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે અભિનય કરશે, જે દિલ ચાહતા હૈ અને જિંદગી ના મિલેગી દોબારાના અનુસરીને મિત્રતાની બીજી વાર્તા બનવાનું વચન આપે છે, જે બંને કલ્ટ ક્લાસિક બની ગયા છે.

  'જી લે ઝરા' ટૂંક સમયમાં જ ફ્લોર પર જઈ રહી છે અને 2023ના ઉનાળામાં રિલીઝ માટે તૈયાર થઈ જશે.
  Published by:Hemal Vegda
  First published:

  Tags: Bollywood બોલિવૂડ, Entertainment news, Priyanka chopra, પ્રિયંકા ચોપરા

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन