પ્રિયંકાએ કહ્યું, દિલ્હીના પ્રદૂષણમાં શૂટિંગ કરવું મુશ્કેલ! થઇ Troll

News18 Gujarati
Updated: November 4, 2019, 10:32 AM IST
પ્રિયંકાએ કહ્યું, દિલ્હીના પ્રદૂષણમાં શૂટિંગ કરવું મુશ્કેલ! થઇ Troll
પ્રિયંકા ચોપરા

"હું અહીં રહેતા સામાન્ય લોકોની સ્થિતિ કેવી થતી હશે તેની કલ્પના પણ નથી કરી શકતી. " : પ્રિયંકા

  • Share this:
ગ્લોબલ સ્ટાર બની ચૂકેલી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) પોતાના નવા પ્રોજેક્ટ માટે ઇન્ડિયા આવી છે. પ્રિયંકા હાલ દિલ્હીમાં શૂટિંગ કરી રહી છે. પણ દિલ્હીના પ્રદૂષણ (Delhi Pollution) ના કારણે તેમની હાલત બગડી છે. અને પોતાની આ જ મુશ્કેલીને રજૂ કરતા પ્રિયંકાએ એક માસ્ક વાળી સેલ્ફી સોશિયલ મીડિયા પર શેયર કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે આવી આબોહવામાં શૂટિંગ કરવું ખરેખરમાં મુશ્કેલ થઇ રહ્યું છે. જોકે જ્યાં પ્રિયંકાની આ સેલ્ફી માટે કેટલાક લોકોને તેનો સાથ આપ્યો છે. ત્યાં જ કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો છે. જેના કારણે દેશી ગર્લને ટ્રોલિંગનો શિકાર બનવું પડ્યું હતું.

નોંધનીય છે કે હાલ દિલ્હીની હવા પ્રદૂષિત થઇ છે. વાયુ પ્રદૂષણ અને ધુમાડાના કારણે દિલ્હીની હવા બદલાઇ છે. બીજી તરફ પ્રિયંકા ચોપડા પોતાની વેબ સીરીઝ 'ધ વાઇટ ટાઇગર' ના શૂટિંગના કારણે દિલ્હીની મુલાકાતે છે. પ્રિયંકાએ ટ્વિટ કરીને આ પ્રસંગે કહ્યું કે "ધ વાઇટ ટાઇગરની શૂંટિગ પર છું, આ પરિસ્થિતિઓમાં અહીં શૂટ કરવું ખૂબ જ મુશ્કેલ છે. હું અહીં રહેતા સામાન્ય લોકોની કેવી સ્થિતિ થતી હશે તેની કલ્પના પણ નથી કરી શકતી. હું ભાગ્યશાળી છું કે મારી પાસે માસ્ક અને એર પ્યૂરીફાયર છે. પણ જે લોકો પાસે ઘર નથી તેમના માટે પ્રાર્થના, બધા સુરક્ષિત રહો"

જો કે આમ તો પ્રિયંકાએ જે પણ કહ્યું તે સાવ સાચી વાત છે. પણ તેમ છતાં તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લોકોએ તેને ટ્રોલ કરી હતી. કેમ કે ગત વર્ષે પ્રિયંકા ચોપરાની સિગરેટ પીતી તસવીરો વાયરલ થઇ હતી. અને આ પોસ્ટ મૂકતા જ લોકોએ તેને, સિગરેટ પીતી પોસ્ટ યાદ કરાવી હતી. લોકોને તેને જાહેરમાં સિગરેટનો પ્રચાર ન કરવા અને બેઘરોના બદલે પોતાની સિગરેટ લત માટે કંઇ કરવાની સલાહ આપી દીધી હતી.

પ્રિયંકા થઇ Troll


તમને જણાવી દઇએ કે દિલ્હી-એનસીઆરમાં રવિવારે અનેક જગ્યાએ વાયુ ગુણવત્તા ઇંડેક્સ (AQI) 900ને પાર જતો રહ્યો હતો. દિલ્હીના પડોશી જિલ્લા ગૌતમબુદ્ધ નગર (નોયડા) અને ગાઝિયાબાદમાં પ્રદૂષણની ખતરનાક સ્થિતિના કારણે મંગળવારે સુધી અનેક શાળાઓ બંધ કરવાનો નિર્દેશ જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હી-એનસીઆરમાં ઝેરીલા પ્રદૂષણના કારણે હરિયાણા શિક્ષા વિભાગે પ્રદેશમાં પણ તમામ પ્રાઇવેટ સરકારી શાળાઓને 4 અને 5 નવેમ્બરના રોજ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
First published: November 4, 2019
વધુ વાંચો
अगली ख़बर