પ્રિયંકા અને નિકના ખોળામાં જોવા મળ્યું નાનું બાળક, Fake photoની હકીકત

News18 Gujarati
Updated: December 2, 2019, 2:49 PM IST
પ્રિયંકા અને નિકના ખોળામાં જોવા મળ્યું નાનું બાળક, Fake photoની હકીકત
નીક અને પ્રિયંકા

પ્રિયંકા ચોપડા અને નિકે 1 ડિસેમ્બરના રોજ તેમની પહેલી લગ્ન તિથિ ઉજવી

  • Share this:
બોલિવૂડ સ્ટાર્સ પર ફેન્સની ખાસ નજર હોય છે. આજ કારણ હોય છે કે તેમને કોઇ પણ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. જો કે સોશિયલ મીડિયામાં અનેક બોલિવૂડ સેલેબ્રિટીની ફેક તસવીરો પણ આજ કારણે વાયરલ થાય છે. આવી જ એક તસવીર જાણીતા બોલિવૂડ અને હોલીવૂડ સેલેબ્રિટી તેવા પ્રિયંકા ચોપડા અને તેમના પતિ નિક જોનાસની બહાર આવી છે. (Priyanka Chopra, Nick Jonas, Fake photos). આ ફોટોમાં પ્રિયંકા ચોપરાના હાથનમાં એક નવજાત બાળક છે જેને નિક ચૂમી રહ્યા છે. આ ફોટોને જોઇને જ લાગે છે કે તે ફોટોશોપનો કમાલ છે.

ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બરના રોજ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની પહેલી લગ્નતિથિ હતી. અને આ વેડિંગ એનીવર્સરી પર બંને સુપરસ્ટાર્સે ફેન ક્લબ માટે કેટલીક તસવીરો શેર કરી હતી. જો કે આવા જ એક ફેન ક્લબની આ ફોટોશોપ કરેલી તસવીર પણ સામે આવી છે. જેમાં પોસ્ટ પર લખ્યું છે કે મારા કલેક્શનમાં પ્રિયંકા અને નિકની આ તસવીર મળી છે. આ તસવીર સાથે આ ફેને #1yearofnickiyanka લખી બંનેને લગ્ન માટે શુભેચ્છા આપી છે.

ફેક તસવીર


જો કે આ તસવીરમાં આ ફેન પણ આ ફોટોશોપ તસવીર છે તેમ સ્વીકાર્યું હતું. જો કે લોકોને આ તસવીર ખૂબ જ ગમી હતી. જો કે આવું પહેલીવાર નથી બન્યું કે કોઇ સેલેબ્રિટીની ફેક ફોટો વાયરલ થઇ હોય. આ પહેલા આલિયા ભટ્ટ, કરિના કપૂર અને દીપિકા પાદુકોણની તસવીર પણ ફેક ફોટો વાયરલ થઇ ચૂકી છે.


વાત કરીએ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની તો 1 ડિસેમ્બરના રોજ તેમની પહેલી લગ્ન તિથિ બંને જણાએ સાથે મનાવી. અને બંને તેમના સોશિયલ મીડિયા પર લગ્નની સુંદર તસવીરો પણ રોમાન્ટિક પોસ્ટ લખીને મૂકી હતી. અને પ્રિયંકા અને નિકના કરોડો ફેન્સે પણ તેમને આ પ્રસંગે શુભકામના પાઠવી હતી.
First published: December 2, 2019
વધુ વાંચો
अगली ख़बर