પ્રિયંકા ચોપરા બનશે 'કાકી', બેબી બંપ સાથે પહેલીવાર નજરે પડી જેઠાણી સોફી ટર્નર

News18 Gujarati
Updated: May 14, 2020, 12:37 PM IST
પ્રિયંકા ચોપરા બનશે 'કાકી', બેબી બંપ સાથે પહેલીવાર નજરે પડી જેઠાણી સોફી ટર્નર
પ્રિયંકા અને સોફી ટર્નર

આ તસવીરમાં સોફી ટર્નર તેના પતિ જો જોનાસ સાથે નજરે પડી રહી છે.

  • Share this:
લોકડાઉન દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ કામ ઠપ્પ છે. તેવામાં સેલેબ્રિટી પોતાના ઘરે રહેવા માટે મજબૂર છે. મોટાભાગના સેલેબ્રિટી પોતાના ઘરમાં સમય પસાર કરી રહ્યા છે. આ વચ્ચે પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)ના પરિવાર માટે એક ખૂબ જ ખુશીના સમાચાર સામે આવ્યા છે. આ ખબર પ્રિયંકાની જેઠાણી સોફી ટર્નર સાથે જોડાયેલી છે. હાલમાં જ સોફીની બેબી બમ્પ સાથેની કેટલીક તસવીરો સામે આવી છે. જેણે સોશિયલ મીડિયા પર ભૂકંપ લાવી દીધો છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ટૂંક સમયમાં કાકા-કાકી બનવશે. કારણે સોફી ટર્નર હાલ પ્રેગ્નેન્ટ છે (Sophi Turner Pregnant). સોફીની બેબી બંપ સાથેની પહેલી તસવીર સામે આવી છે. અને આ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે પાછલા થોડાક મહિનાઓથી સોફીની પ્રેગ્નેન્સીની ખબરો સામે આવી હતી. પણ તેના પરિવારથી કોઇએ પણ આ વાતની પુષ્ટી નહતી કરી. જોનાસ ફેમિલીએ પણ આ મામલે કોઇ જાણકારી નહતી આપી. જો કે સોફીના બેબી બંપની તસવીરો સામે આવતા જ આ વાતની પુષ્ટી થઇ ઇ છે, કે તે જલ્દી જ માં બનશે. વળી તમને જણાવી દઇએ કે સોફી અને પ્રિયંકા વચ્ચે પણ સારા સંબંધો છે. અને તે હંમેશા એક બીજાને સાથે ખુશ મિજાજ રીતે જોવા મળે છે. ત્યારે ચોક્કસથી આ ખબરથી તેમનો પરિવાર ખુશ છે.

આ તસવીરમાં સોફી ટર્નર તેના પતિ જો જોનાસ સાથે નજરે પડી રહી છે. પતિ સાથે હાથ પકડીને સોફી વોક કરી રહી છે. તેનો પતિ જો પણ તેનું સારી રીતે ધ્યાન રાખી રહ્યો છે. વળી કોરોના કારણે તેમણે માસ્ક પણ પહેર્યો છે. જો અને સોફીની આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરસ થઇ રહી છે. અને બંનેના ફેન્સ આ સમાચાર સાંભળીને ખુશીથી ઝૂમી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે જો અને સોફીએ એકબીજાને 2016માં ડેટ કરવાનું શરૂ કર્યું હતું. જે પછી ગત મે મહિનામાં તેમણે લોસ વેગસમાં લગ્ન કર્યા હતા. તેમની લગ્નની તસવીરો પણ ખૂબ જ વાયરલ થઇ હતી. તે પછી ફ્રાંસમાં તેમણે પોતાના પરિવાર અને મિત્રોની હાજરીમાં ફરીથી લગ્ન કર્યા હતા. તે પછી ફેબ્રુઆરી 2020માં સોફીની પ્રેગ્નેસીની ખબરો સામે આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ સોફી ત્યારે ચાર મહિનાથી પ્રેગનેન્ટ હતી. અને હવે લેટેસ્ટ તસવીરે આ વાતને પાક્કી કરી છે.
First published: May 14, 2020, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading