પ્રિયંકા ચોપડાથી 10 વર્ષ નાના હોવા પર નિક જોનાસે આપ્યો આવો જવાબ

News18 Gujarati
Updated: February 27, 2020, 10:35 AM IST
પ્રિયંકા ચોપડાથી 10 વર્ષ નાના હોવા પર નિક જોનાસે આપ્યો આવો જવાબ
નિક-પ્રિયંકા

"મને તે વાત પર કોઇ ફર્ક નથી પડતો" - નિક જોનાસ

  • Share this:
બોલિવૂડ (Bollywood) હોય કે હોલિવૂડ (Hollywood) સેલેબ્રિટીના વ્યક્તિગત જીવનને લઇને ફેન્સથી લઇને મીડિયા હંમેશા રસ ધરાવે છે. આવું જ કંઇક પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને તેમના પિત નિક જોનાસ (Nick Jonas) સાથે થયું. બંનેના લગ્નને 1 વર્ષ થઇ ગયું છે. પણ આજે પણ તેમની ઉંમર વચ્ચે જે મોટો ગેપ છે તે વાતને લઇને ચર્ચા શાંત થવાનું નામ નથી લેતી. જો કે તેમ છતાં હાલમાં જ પ્રિયંકાના પતિ નિકે પ્રિયંકાની ઉંમરને લઇને જોરદાર જવાબ આપ્યો છે.

તે વાતનો બધા જ જાણે છે કે નિક જોનાસ પ્રિયંકા ચોપડાથી 10 વર્ષ નાના છે. તેમની ઉંમર 27 વર્ષની છે અને પ્રિયંકાની ઉંમર 37 વર્ષની. હાલમાં જ નિક એક સિંગિંગ રિયાલિટી શો 'ધ વોઇસ' ને લઇને ચર્ચામાં છવાયા હતા. નિક જોનાસ આ સિંગિંગ રિયાલિટી શોના જજ છે. નિક સિવાય આ કાર્યક્રમના બીજા જજ તરીકે કૈલી ક્લાર્કસન કામ કરી રહી છે. કૈલી નિકની સારી મિત્ર પણ છે અને બંને વચ્ચે મજાક મસ્તી ચાલતી રહે છે. ત્યારે નિકની પગ ખેંચવા માટે કૈલીએ મજાક મજાકમાં પૂછી લીધું કે મારી ઉંમર 37 વર્ષની છે અને તમારી 27 છે ને? આ પર નિકને ટોંટ સમજાઇ ગયો કે નિક કંઇ વાતે ઇશારો કરી રહી છે.

કૈલીના તંજ પર નિકે ફટાક દઇને જવાબ આપ્યો મારી પત્નીની ઉંમર 37 વર્ષની છે અને મને તે વાતનો કોઇ વાંધો નથી. નિકના આ જોરદાર જવાબ સાંભળતા સામે બેસેલી ઓડિયન્સે જોરદાર તાળીઓથી આ વાતને સહર્ષ સ્વીકારી લીધી. તો બીજી તરફ નિક પણ આ મોમેન્ટને ઓન્જોય કરતા નજરે પડ્યા.જો કે આ પહેલા પ્રિયંકા ચોપડાને પણ આ સવાલનો સામનો કરવો પડ્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ નિકની ઉંમર પર જવાબ આપતા કહ્યું કે "મને તે વાત પર કોઇ ફર્ક નથી પડતો. મને લાગે છે કે મીડિયા અમારા સંબંધો કરતા ટ્રોલ કરનાર લોકોને વધુ મહત્વ આપે છે. અમે આવા ટ્રોલર્સ વિષે વાત કરવાનું બિલકુલ પસંદ નથી કરતા. આવા 150 લોકોના કહેવા પર પણ અમે અમારો નજરિયો નહીં બદલીએ." સાચે જ નિક અને પ્રિયંકાના આ જવાબ પરથી તે વાત સમજાય છે કે પાવર કપલનો ખિતાબ તેમને આપવો કંઇ ખોટું નથી.
First published: February 27, 2020
વધુ વાંચો
अगली ख़बर